• Home
  • News
  • નૂપુર શર્માની હત્યા કરવા PAKથી આવ્યો ઘૂસણખોર:શ્રીગંગાનગર બોર્ડર પરથી BSFએ પકડ્યો; 11 ઈંચ લાંબુ ધારદાર ચાકૂ પણ મળ્યું
post

ઉદયપુરના કનૈયાલાલના હત્યારાનું પણ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-19 18:27:12

બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ બોર્ડરથી ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ આરોપી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મારવાના મલિન ઈરાદા સાથે ઘૂસ્યો હતો. તેની પાસેથી અનેક સંદિગ્ધ વસ્તુઓ મળી છે. ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને મિલિટરી એજન્સીની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે 16 જુલાઈની રાત્રે લગભગ 11 વાગ્યે શ્રીગંગાનગર જિલ્લા પાસેથી હિન્દૂમલકોટ બોર્ડ ફેન્સિંગ પર સંદિગ્ધ વ્યક્તિ ફરી રહ્યો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ તો તેની પૂછપરછ કરી જેમાં તે યોગ્ય જવાબ ન આપી શક્યો. તપાસ કરવા પર તેની પાસેથી 11 ઈંચનું ધારદાર ચાકૂ, ધાર્મિક પુસ્તક, મેપ, કપડાં અને ખાવાનો સામાન મળ્યો.

ઉત્તરી પાકિસ્તાનનો રહેવાસી છે આરોપી
પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ રિઝવાન અશરફ જણાવ્યું છે. તે ઉત્તર પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન શહેરનો રહેવાસી છે. તેને જણાવ્યું કે નૂપુર શર્માની હત્યાના ઈરાદે તેને બોર્ડર ક્રોસ કરી. ષડયંત્રને પાર પાડે તે પહેલા તે અજમેર શરીફ જવાનો હતો. BSFએ આરોપીને સ્થાનિક પોલીસને સોંપી દીધો છે. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને આઠ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાયો છે.

ભાસ્કરે જ્યારે શ્રીગંગાનગરમાં તૈનાત BSF અધિકારીઓને આ અંગે વાત કરી તો તેમને કહ્યું કે એક પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો તો છે, પરંતુ તે નૂપુર શર્માના મર્ડર માટે આવ્યો છે કે નહીં તેવી કોઈ જાણકારી નથી.

કનૈયાલાલના હત્યારાનું પણ પાકિસ્તાન કનેક્શન
ઉદયપુરના કનૈયાલાલના હત્યારાનું પણ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. રાજસ્થાનના ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવે જણાવ્યું કે બંને હત્યારા પાકિસ્તાનના દાવત-એ-ઈસ્લામ કટ્ટરપંથી સંગઠનથી જોડાયેલા હતા. હત્યારા ગોસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી. બંને પાકિસ્તાનના 10-12 મોબાઈલ નંબર પર સતત વાત કરતા હતા. રિઝવાનની ધરપકડ બાદથી ફરી એક વખત નૂપુર શર્મા કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post