• Home
  • News
  • મોરબી બ્રિજ દુર્ઘટનામાં વચગાળાનું વળતર:હાઇકોર્ટે મૃતકના પરિવારજનને 10 લાખ ચૂકવવા આદેશ, ઈજાગ્રસ્તને 2 લાખ આપવા હુકમ
post

રાશિ આપવાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીમાંથી બચી નથી શકતા- હાઇકોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:28:09

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા છે અને ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. દિવાળી બાદ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા ન્યાય મળે એવી આશા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ આંસુભરી આંખે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી હતી.

રાશિ આપવાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીમાંથી બચી નથી શકતા- હાઇકોર્ટ
પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ ચુકાદા આવ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી પીઆઈએલની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ. ગઈકાલે પણ સુનાવણી થઈ હતી. ગઈકાલે ઓરેવા કંપનીના વકીલ દ્વારા પ્રસ્તાવના રાખવામાં આવી હતી કે આ દુર્ઘટનાના લીધે તેઓ ખૂબ જ દુ:ખી છે. પીડિતોની વેદના તેઓ સમજે છે અને એ જ સંદર્ભમાં તેઓ પાંચ કરોડની કુલ રાશિ જમા કરાવવા માગે છે. કોર્ટે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે તમે રાશિ આપો કે ના આપો, એનાથી તમે કોઈપણ પ્રકારની જવાબદારીથી બચી નથી શકતા. વળતર આપવું તમારા પર છે.

વચગાળાના વળતર તરીકે 10 લાખ ચૂકવવા આદેશ
વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ જ સંદર્ભમાં આજરોજ ફરીથી એની સુનાવણી થઈ હતી. કોર્ટે આદેશ કર્યો કે વચગાળાનું વળતર ચૂકવવું પડશે, જેના સંદર્ભમાં મૃત્યુ પામેલી વ્યક્તિદીઠ તરત પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને આગામી બે સપ્તાહ પછી બાકીના પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે વચગાળાના વળતર તરીકે ઓરેવા કંપનીએ કુલ 10 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. અંતિમ વળતરની રકમ બાદમાં જાણ કરવામાં આવશે.

15 નવેમ્બરે હાઇકોર્ટે અણિયારા સવાલો કર્યા હતા
મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની દુર્ઘટનામાં 130થી વધુ લોકોનાં મોતમાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે "શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?"

'મોરબી નગરપાલિકાની પણ ગંભીર ફરજચૂક'
"
રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં," એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post