• Home
  • News
  • સિસોદિયાના લોકરની તપાસ:PNBમાં 45 મિનિટ તપાસ ચાલી, ડેપ્યુટી CMએ કહ્યું- લોકરમાંથી કંઈ ન મળ્યું, PMએ તપાસ કરાવી
post

AAPએ કહ્યું- 2016માં ઉપરાજ્યપાલે 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-30 17:02:20

દિલ્હીની લીકર પોલિસી કૌભાંડ મામલે તપાસમાં વ્યસ્ત CBIની ટીમ ગાઝિયાબાદની પંજાબ નેશનલ બેંક વસુંધરા શાખામાં પહોંચી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને તેમનાં પત્ની પણ ત્યાં હાજર છે. સીબીઆઈને શંકા છે કે બેંક લોકરમાંથી દિલ્હી લીકર પોલિસી કૌભાંડનું સત્ય બહાર આવશે. હાલમાં બેંકના દરવાજા બંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ બનતાં પહેલાં મનીષ સિસોદિયા ગાઝિયાબાદના આ વસુંધરા વિસ્તારમાં રહેતા હતા. તેમનું બેંક ખાતું અને લોકર અહીં પંજાબ નેશનલ બેંકની શાખામાં છે. એક નિયમ મુજબ લોકરને તેના ખાતાધારકની મંજૂરી અને તેની હાજરી વિના ખોલી શકાતું નથી, માટે મનીષ સિસોદિયા અને તેમનાં પત્નીને અહીં બોલાવવામાં આવ્યાં હતાં.

AAPએ કહ્યું- સક્સેના પર ભ્રષ્ટાચારના આરોપ, ભાજપનો જવાબ- સિસોદિયા-જૈનને હટાવો; રાતથી વિધાનસભામાં ધરણાં ચાલુ

દિલ્હીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ એકબીજા પર નિશાન સાધી રહ્યાં છે. આ દરમિયાન દિલ્હી વિધાનસભા પરિસરમાં સોમવાર રાતથી AAP અને બીજેપીના ધારાસભ્યોનું ધરણાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે. AAP ધારાસભ્યોએ એલજી (લેફ્ટનન્ટ ગવર્નર-ઉપરાજ્યપાલ) વિનય કુમાર સક્સેનાના રાજીનામાની માગણી સાથે દિલ્હી વિધાનસભાની અંદર ધરણાં કર્યા છે.

AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે વિધાનસભાની અંદર ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું- એલજી 2016માં ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના અધ્યક્ષ હતા, એ સમયે તેમણે 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું, જ્યારે ભાજપના ધારાસભ્યોએ ભ્રષ્ટાચાર માટે મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવાની માગ કરી હતી.

વરસાદ બાદ પણ બંને પક્ષના ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં પોતપોતાનાં ધરણાં પર બેસી રહ્યા હતા. AAP ધારાસભ્યોએ પરિસરમાં બાપુની પ્રતિમાની સામે ધરણા કર્યા, જ્યારે ભાજપના ધારાસભ્યોએ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની પ્રતિમા પાસે ધરણાં કર્યા છે.

કેજરીવાલ યુક્તિઓ કરી રહ્યા છે - બિધુડી

વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુડીએ કહ્યું- કેજરીવાલ પોતાની મરજીથી રાજકીય પ્રચાર માટે વિધાનસભાનો ઉપયોગ કરીને પોતાની સરકારના દારૂના કૌભાંડ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે યુક્તિઓ કરી રહ્યા છે. સોમવાર અને શુક્રવારે ભાજપના દિલ્હી વિધાનસભાના તમામ 8 ધારાસભ્ય લોકસભાના વિશેષ સત્રની કાર્યવાહીનો ભાગ ન હતા, કારણ કે તેમને ગૃહની બહાર ધકેલી દેવામાં આવ્યા હતા.

ભાજપના ધારાસભ્યોએ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતુ કે આપના નેતા તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે.

સિસોદિયાએ કહ્યું- CBI બેંક લોકર તપાસવા આવી છે

સિસોદિયાએ કહ્યું- CBI બેંક લોકર તપાસવા આવી છે

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે CBI મંગળવારે તેમના બેંક લોકરની તપાસ કરવા આવી છે. તેમણે કહ્યું હતું કે 19 ઓગસ્ટના રોજ મારા ઘરે 14 કલાકના દરોડામાં કંઈ મળ્યું નથી અને લોકરમાંથી પણ કંઈ મળશે નહીં. 19 ઓગસ્ટે સીબીઆઈએ દિલ્હી એનસીઆર સહિત 21 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈનું સ્વાગત છે અને મને અને મારા પરિવારનો તપાસમાં સંપૂર્ણ સહયોગ રહેશે.

AAP-BJP વચ્ચેની લડાઈનાં 2 કારણ

1. 19 ઓગસ્ટના રોજ CBIએ એક્સાઈઝ પોલિસીને લઈને મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. એ લગભગ 14 કલાક સુધી ચાલ્યો હતો અને CBIએ આ મામલે PMLA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી AAP કેન્દ્રમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે.

2. સિસોદિયાએ દરોડા પછી કહ્યું હતું કે ભાજપે તેમને AAP છોડીને સીએમ બનવાની ઓફર કરી હતી, જ્યારે ભાજપે જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના આરોપથી બચવા માટે જુઠ્ઠાણાંનો માહોલ બનાવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post