• Home
  • News
  • IPLની ફાઈનલ અમદાવાદમાં નહીં પણ મુંબઈમાં જ રમાશે
post

અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં IPL ફાઈનલ રમવાની વાત પર પૂર્ણ વિરામ મૂકાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-28 10:31:37

મુંબઈ વર્ષે IPLનો પ્રારંભ 29 માર્ચથી થશે. ફાઈનલ 24 મેના રોજ મુંબઈમાં રમાશે. સાથે અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં IPL ફાઈનલ રમવાની વાત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો. અગાઉ એવી અટકળો હતી કે, ફાઈનલ અમદાવાદના મોટેરામાં રમાશે.


મેચના નો-બોલને ફિલ્ડ અમ્પાયરના સ્થાને થર્ડ અમ્પાયર જોશે
બેઠક બાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે,‘મેચના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાતના મેચ 8 વાગ્યાથી શરૂ થશે. વખતે માત્ર 5 દિવસ 2-2 મેચ રમાશે.’ અગાઉ રાતની મેચો 7.30થી શરૂ થવાની ચર્ચા હતી. BCCI આઈપીએલ અગાઉ ચેરિટી માટે ઓલ સ્ટાર્સ મેચનું આયોજન કરશે, જેમાં ઘણા ઈન્ટરનેશનલ ક્રિકેટર રહેશે. પ્રથમવાર લીગમાં કન્કશન, થર્ડ અમ્પાયર નો-બોલનો નિયમ જોવા મળશે. મેચના નો-બોલને ફિલ્ડ અમ્પાયરના સ્થાને થર્ડ અમ્પાયર જોશે. વિન્ડીઝ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં તેની ટ્રાયલ પણ થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post