• Home
  • News
  • IPS રવિ સિન્હા RAWના નવા ચીફ બનશે, કેબિનેટ સમિતિની મંજૂરી, આ તારીખથી સંભાળશે પદભાર
post

વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 16:50:16

IPS રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.

બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી

રવિ સિન્હા, 1988 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી, હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે કાર્ય કરે છે. મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ રવિ સિન્હાની RAW પ્રમુખ પદ તરીકે પસંદગી કરી છે અને તેમની બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે.


 

adv

Related News

post
post
post
post
post
post
post