• Home
  • News
  • IRCTCનો રિપોર્ટ:ટ્રેનોમાં ઓનલાઇન ફૂડ ઓર્ડરમાં દેશનાં TOP-10 સ્ટેશનમાં ગુજરાતનાં 3 શહેર, સુરત મહિનાનાં 14800 મીલ સાથે 5મા, વડોદરા 8મા ને અમદાવાદ 10મા ક્રમે
post

દેશનાં 300 સ્ટેશન પરથી ટ્રેનોમાં દર મહિને સપ્લાય કરાતાં મીલની સંખ્યાને આધારે IRCTCનો રિપોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-21 10:28:28

નવી દિલ્લી : ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં ટ્રેનોની મુસાફરીમાં ઘરેથી ટિફિન લઈ જવાની પરંપરા છે. પરંતુ લાંબી મુસાફરીમાં લોકો રેલવેની કેટેરિંગ સેવાનો લાભ લે છે અને તેમાં પણ ઓનલાઇન ફૂડ ઓર્ડરનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. હાલમાં જ જાહેર થયેલા IRCTCના રિપોર્ટ મુજબ, ટ્રેનોમાં યાત્રા સમયે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવામાં દેશના ટોપ 10 રેલવે સ્ટેશનમાં ગુજરાતના 3 સ્ટેશન છે. જેમાં સુરત દેશમાં 5મા અને રાજ્યમાં પહેલા ક્રમે છે. એ પછી વડોદરા અને અમદાવાદ અનુક્રમે 8માં અને 10માં નંબર પર તેમજ રાજ્યમાં બીજા અને ત્રીજા નંબર પર આવ્યા છે. જ્યારે દેશમાં ટોપ 10માં સૌથી પહેલા નંબર પર મધ્યપ્રદેશનું ઇટારસી રેલવે સ્ટેશન, બીજા નંબર પર મહારાષ્ટ્રનું નાગપુર રેલવે સ્ટેશન અને ત્રીજા નંબર પર ભોપાલ રેલવે સ્ટેશન આવ્યું છે.

કોરોના કેસ ઘટતાં ઓનલાઇન ફૂડનો ટ્રેન્ડ વધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેન્કિંગ લિસ્ટ દર મહિને રેલવે સ્ટેશનોથી સપ્લાઇ થતાં મીલની સંખ્યાને ધ્યાને રાખી તૈયાર કરાય છે. દેશના 300 સ્ટેશન પર ઓનલાઇન ફૂડ સપ્લાઇ સેવા કાર્યરત છે. જ્યાંથી દરરોજ 21 હજારથી વધારે ફૂડ ઓર્ડરનો સપ્લાઇ થઈ રહ્યો છે, જેને 1800થી વધુ વિક્રેતાઓ બનાવીને સપ્લાઇ કરી રહ્યા છે. રેલવે પાસે 11 એગ્રિગેટર છે, જ્યારે પેમેન્ટ એપ જેવી કંપનીઓ પણ રેલવે સાથે બી-2-સી બિઝનેસ તરીકે સંકળાયેલી છે. કોરોના વાયરસને કારણે રેલવેની કેટરિંગ સેવા બંધ પડી હતી, પણ હવે કેસોમાં સતત ઘટાડો નોંધાતાં રેલવેના મુસાફરોમાં ઓનલાઇન ફૂડનો ટ્રેન્ડ ફરી વધી રહ્યો છે.

ઓનલાઇન બુક થતાં ફૂડ ઓર્ડર ટ્રેનોમાં આ રીતે સપ્લાય થાય છે

·         દેશના 300 જેટલા રેલવે સ્ટેશનો પરથી 21 હજારથી વધુ ફૂડ ઓર્ડરનો સપ્લાય

·         ટ્રેનોમાં રોજનો ફૂડ ઓર્ડર સપ્લાય કરવા માટે 1800થી વધુ વિક્રેતાઓ છે.

કોરોના ઘટતાં ટ્રેનોમાં યાત્રા સમયે અપાતા ઓનલાઇન ફૂડ ઓર્ડરનો ટ્રેન્ડ ફરી વધ્યો

રેન્ક

રાજ્ય

સ્ટેશન

માસિક મીલ

1

મધ્યપ્રદેશ

ઇટારસી

18,000

2

મહારાષ્ટ્ર

નાગપુર

17,000

3

મધ્યપ્રદેશ

ભોપાલ

16,000

4

આંધ્ર પ્રદેશ

વિજયવાળા

15,800

5

ગુજરાત

સુરત

14,800

6

મહારાષ્ટ્ર

ભુસાવલ

12,200

7

મધ્યપ્રદેશ

રતલામ

12,000

8

ગુજરાત

વડોદરા

11,700

9

ઉત્તરપ્રદેશ

ઝાંસી

11,400

10

ગુજરાત

અમદાવાદ

11,000

દિલ્હી, મુંબઈ, કોલકાતા કે બેંગલુરુ જેવાં સ્ટેશનોનાં નામ કેમ નહીં?
રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રેનોની મુસાફરી દરમિયાન ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવામાં ભારતમાં ટોપ-10 રેલવે સ્ટેશનમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇ જેવા મોટા રેલવે સ્ટેશનના નામ જ નથી. એનું કારણ એ છે કે, મોટા ભાગની ટ્રેનોની મુસાફરી આવા મોટાં રેલવે સ્ટેશનોથી જ શરૂ થાય છે કે પછી આ રેલવે સ્ટેશનો પર પૂર્ણ થાય છે. આવું રેલવેની સ્ટડીમાં પણ જોવા મળ્યું છે. ટ્રેનોમાં પેસેન્જરો સૌથી વધારે ઓનલાઇન ફૂડનું ઓર્ડર લંચ કે પછી ડિનરના સમયે જે રેલવે સ્ટેશન આવે, ત્યારે કરતા હોવાથી આવા મોટા સ્ટેશનોને યાદીમાં સ્થાન નથી મળતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post