• Home
  • News
  • ISથી જોડાયેલા કાશ્મીરી દંપતિની ધરપકડ, CAAનો ઉપયોગ મુસ્લિમ યુવાઓને ઉશ્કેરવા અને આતંકી હુમલામાં કરવા માગતા હતાં
post

દિલ્હીના જામિયાનગરથી જહાંજેબ સામી અને હિંદા બશીર બેગની ધરપકડ કરવામાં આવી, તેઓ શ્રીનગરના રહેવાસી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 11:07:22

નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ (ISKP) મોડ્યૂલથી જોડાયેલા કાશ્મીરી દંપતિની ધરપકડ કરી છે. DCP (સ્પેશ્યલ સેલ) પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું કે જામિયાનગરથી જહાંજેબ સામી અને હિંદા બશીર બેગની ધરપકડ કરવામાં આવી છે. તેઓ શ્રીનગરના રહેવાસી છે. બન્ને CAA વિરુદ્ધ પ્રદર્શનોનો ઉપયોગ મુસ્લિમ યુવાઓની ઉશ્કેરણી કરીને આતંકી હુમલા માટે કરવા માગતા હતા. પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રોનિક ગેઝેટ અને જેહાદી દસ્તાવેજો કબ્જે કર્યા છે. આ લોકો અફઘાનિસ્તાનમાં ISKPના ટોપ લીડર્સ સાથે સંપર્કમાં હતા.

જહાંજેબ ઘણા દિવસોથી ઇન્ટેલિજન્સના રડાર પર હતો
ભારતીય ગુપ્તચર એજન્સીઓને જહાંજેબ આતંકી સંગઠનો સાથે જોડાયેલો હોવાની જાણકારી મળી હતી. ISKP અફઘાનિસ્તાનમાં ISISનું એક સંગઠન છે. એવી આશંકા હતી કે જહાંજેબ ફિદાયીન હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેના માટે તેણે હથિયારો એકઠા કરવાનું પણ શરૂ કરી દીધું હતું. અત્યારે તેની ગતિવિધિઓ ઇન્ટરનેટ દ્વારા આતંકી સંગઠનોના પ્રચાર સુધી સીમિત હતી. તે ISKPને જમ્મૂ-કાશ્મીર બહાર સમગ્ર દેશમાં ફેલાવવા માગતો હતો.

પત્ની પણ આતંકી સંગઠનોના પ્રચારમાં સામેલ હતી
જહાંજેબ સામીની પત્ની હીના બશીર બેગ પણ સોશિયલ મીડિયા પર ISનું સમર્થન કરતા હેન્ડલ પર સક્રિય હતી. તે આતંકી પ્રવૃત્તિઓ માટે યોગ્ય લોકોની ઓળખ કરવામાં ઓતપ્રોત હતી. પ્રાથમિક પૂછપરછમાં જહાંજેબે જણાવ્યું કે તે ISની મેગેઝિન સ્વાત-અલ-હિન્દના ફેબ્રુઆરી એડિશનને પ્રકાશિત કરાવવામાં સામેલ હતો. તેમાં CAAનો વિરોધ કરનારા લોકોને જેહાદી રસ્તો અપનાવવાની હાંકલ કરવામાં આવી હતી. આ મેગેઝિનને 24 ફેબ્રુઆરીએ ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે લોકતંત્ર તમને બચાવી નહીં શકે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post