• Home
  • News
  • તે 14 કલાક: હવા સૌથી સ્વચ્છ, માર્ગ દુર્ઘટનાઓમાં રોજ જતી 415 જિંદગી બચી, વર્ષો પછી દરિયાના મોજાંનો અવાજ ચોખ્ખો સંભળાયો
post

જનતા કર્ફ્યૂની આ પણ એક બાજુ, ઘોંઘાટ કે પ્રદૂષણ નહીં, આખા દેશે કહ્યું- જય હિન્દ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 08:54:08

મુંબઇઃ જનતા કર્ફ્યૂ વચ્ચે અમિતાભ બચ્ચને ટિ્વટર પર શાંત દરિયાકિનારાનો એક વીડિયો શૅર કરીને લખ્યું, ‘મરીન ડ્રાઇવ, આજની સવાર. આને કહેવાય રાષ્ટ્રીય શિસ્ત. જય હિન્દ.ચોવીસેય કલાક દોડતું મહાનગર મુંબઇ રવિવારે થંભીને દરિયાના મોજાં, પક્ષીઓના કલરવ અને પવનનો અવાજ સાંભળતાં આત્મચિંતન કરતું દેખાયું. મુંબઇ ટ્રાફિક પોલીસના એસીપી પ્રવીણ પેડણેકરે ભાસ્કરને કહ્યું, આજે હોર્નનો ઘોંઘાટ નથી. થોડા દિવસો અગાઉ અમે તેને કાબૂમાં લેવા અને લોકોને જાગૃત કરવા સિગ્નલ પર વોઇસ મીટર લગાવ્યા હતા. ઘોંઘાટ 85 ડેસિબલથી ઉપર જતાં જ રેડ લાઇટનો સમય આપોઆપ વધી જાય છે. એટલે કે હોર્નનો જેટલો વધુ ઘોંઘાટ કરો તેટલી વધારે રાહ જોવી પડે પણ આજે રસ્તા પર સુખદ શાંતિ હતી. એ પણ કોઇ મીટર વિના.

મેટ્રો શહેરોમાં હવાની ગુણવત્તા સારી રહી
બીજી તરફ આજે દેશના માર્ગો પર કોઇ દુર્ઘટનાના સમાચાર નથી મળ્યા જ્યારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો રિપોર્ટ કહે છે કે રોજ સરેરાશ 1,280 માર્ગ અકસ્માત સર્જાય છે, જેમાં સરેરાશ 415 મોત થાય છે. બીજી તરફ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વિશેષજ્ઞ ડી. સાહાએ જણાવ્યું કે દેશના 113 શહેરમાંથી માત્ર 8 શહેરમાં આબોહવા ખરાબ રહી. 10 શહેરમાં હવા સારી, 58માં સંતોષકારક, 37માં મધ્યમ કક્ષાની રહી. તમામ મેટ્રો શહેરોમાં વર્ષની સૌથી સારી ગુણવત્તાની હવા જણાઇ. આરોગ્યને નુકસાન પહોંચાડતા પીએમ 2.5નું પ્રમાણ ઘણું ઓછું રહ્યું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post