• Home
  • News
  • BBCની દિલ્હી-મુંબઈ ઓફિસમાં ITની રેડ:કોંગ્રેસે કહ્યું- અઘોષિત કટોકટી; ભાજપ સાંસદે કહ્યું- પહેલા તમે અરીસો જુઓ
post

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) વર્લ્ડ સર્વિસ ટેલિવિઝન બ્રિટિશ સરકારની સંસ્થા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:10:16

BBCના દિલ્હી અને મુંબઈ ઓફિસમાં આયકર વિભાગની ટીમ પહોંચી પહોંવાની જાણકારી મળી છે. દિલ્હીના KG માર્ગ વિસ્તારમાં HT ટાવરના પાંચમા અને છઠ્ઠા માળે BBCની ઓફિસ છે. અહીં ITની 24 સભ્યોની ટીમે રેડ કરી છે. સૂત્રોએ જણાવ્યું પ્રમાણે એક્શન દરમિયાન સ્ટાફના ફોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. બધાને મિટિંગ રૂમમાં બેસાડી દેવામાં આવ્યા છે. સાથે જ, ઓફિસમાં અવર-જવર બંધ કરી દીધી છે. બીબીસી ઇન્ડિયાના મેનેજમેન્ટે રેડની સૂચના લંડન હેડક્વાર્ટરને આપી છે.

બીજી બાજુ, મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં BBC સ્ટૂડિયોઝમાં પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ પહોંચી છે. આયકર વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BBC ઉપર ઇન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ છે. જેને લઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. જોકે, આયકર વિભાગ કે BBC તરફથી હાલ આ રેડને લઇને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આયકર વિભાગનાં સૂત્રો પ્રમાણે, BBC ઉપર ઇન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ છે. જેને લઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. જોકે, આયકર વિભાગ અથવા BBC તરફથી આ રેડને લઇને કોઈ અપડેટ આવી નથી. કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી ઉપર બેન સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, પહેલાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી આવી, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે બીબીસી ઉપર આયકર વિભાગે રેડ કરી.

ભાજપે કહ્યું- અરીસો જુઓ
કોંગ્રેસના નિવેદન પછી ભાજપ સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું- કોંગ્રેસ કટોકટીની વાત કરે નહીં. પ્રેસની આઝાદીની વાત કરનાર પોતે અરીસો જુએ. તેમણે કહ્યું- એઓ. હ્યૂમની બનાવેલી પાર્ટી કોંગ્રેસનું ચાલ-ચરિત્ર હજુ પણ બ્રિટિશ જ છે. એવું લાગે છે કે 1947માં અંગ્રેજોએ ભારત છોડ્યા પછી દેશમાં બીબીસીના વિભાજનકારી એજન્ડાને આગળ વધારવાનું કામ કોંગ્રેસને સોંપવામાં આવ્યું. ઠીક છે, જેઓ કટોકટી અને પ્રેસની સ્વતંત્રતાની વાત કરે છે તેઓએ અરીસામાં જોવું જોઈએ.

BBC ડોક્યુમેન્ટ્રીનો મામલો શું છે?
હાલમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી 2002નાં ગુજરાત તોફાન ઉપર હતી. કેન્દ્ર સરકારે પ્રોપેગેન્ડા જણાવી આ ડોક્યુમેન્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને લઇને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. એવામાં વિપક્ષ આયકર વિભાગની રેડને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર ઉપર નિશાન સાધી રહ્યો છે.

દિલ્હી ઓફિસ BBC વર્લ્ડ સર્વિસ હેઠળ ઓપરેટ થાય છે
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) વર્લ્ડ સર્વિસ ટેલિવિઝન બ્રિટિશ સરકારની સંસ્થા છે. તે 40 ભાષાઓમાં સમાચારોનું પ્રસારણ કરે છે. બ્રિટનની સંસદના ગ્રાન્ટ દ્વારા તેનું ફંડિંગ કરે છે. તેનું સંચાલન ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા થાય છે. તે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગ હેઠળ કામ કરે છે. BBCને એક રોયલ ચાર્ટર હેઠળ વર્ષ 1927માં શરૂ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post