• Home
  • News
  • ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થાય તેવી શક્યતા, 5 હજારથી વધુ નહીં ઉપાડી શકાયઃ રિઝર્વ બેન્કનો નિર્ણય હજુ બાકી
post

ATM ઇન્ટરચેન્જ ફી-સ્ટ્રક્ચરની સમીક્ષા કરવા અંગેની રિઝર્વ બેન્કની સમિતિની ભલામણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 10:40:46

મુંબઇ: એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનું હવે મોંઘું થઇ શકે છે. સાથે જ એટીએમમાંથી 5 હજાર રૂ.થી વધુ રકમ ઉપાડવા પર પણ રોક લાગી શકે છે. રિઝર્વ બેન્કની એક સમિતિએ આ ભલામણ કરી છે. જોકે, રિઝર્વ બેન્કે આ ભલામણો અંગે હજુ કોઇ નિર્ણય નથી લીધો. એટીએમ ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરની સમીક્ષા માટે ઇન્ડિયન બેન્કર્સ એસો.ના ચીફ એક્ઝિ.ના અધ્યક્ષપદે ગત વર્ષે બનેલી આ સમિતિએ એટીએમમાંથી રોકડ ઉપાડ 5 હજાર રૂ. સુધી મર્યાદિત કરવા ભલામણ કરી છે. સાથે જ મોટી રકમના ઉપાડ પરનો ચાર્જ 16-24% સુધી વધારવા અને ફ્રી ટ્રાન્ઝેક્શનથી વધુ વખત રોકડ ઉપાડની મંજૂરી ન આપવાનું સૂચન કર્યું છે. સમિતિએ માન્યું કે એટીએમનો ઓપરેટિંગ ખર્ચ વધી રહ્યો છે. સમિતિ તેનો રિપોર્ટ રિઝર્વ બેન્કને સોંપી ચૂકી છે.

દૈનિક રોકડ ઉપાડની મર્યાદા જુદી-જુદીઃ વર્ષ 2012થી ઇન્ટરચેન્જ ફીની સમીક્ષા નથી થઇ જ્યારે એટીએમ યુસેજ ચાર્જમાં વર્ષ 2008થી કોઇ ફેરફાર નથી થયો. હાલ એસબીઆઇના એટીએમમાંથી ગ્રાહક એક ટ્રાન્ઝેક્શનમાં 10 હજાર રૂ. અને એક દિવસમાં 20 હજાર રૂ. ઉપાડી શકે છે. અન્ય બેન્કોમાં સિંગલ ટ્રાન્ઝેક્શન અને દૈનિક રોકડ ઉપાડની મર્યાદા જુદી-જુદી છે. 

1 જુલાઇથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડ પર 5% ટીડીએસ
1
જુલાઇથી બેન્ક, પોસ્ટ ઓફિસ કે કોઇ સહકારી સમિતિમાંથી 20 લાખથી 1 કરોડ રૂ. સુધીની રોકડ ઉપાડવા પર 2%  ટીડીએસ ભરવો પડશે જ્યારે 1 કરોડ રૂ.થી વધુ રોકડ ઉપાડ પર ટીડીએસનો દર 5% થઇ જશે. અત્યાર સુધી 1 કરોડ રૂ.થી વધુ રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇ હતી. દેશમાં રોકડ વ્યવહારોને ઘટાડવા સરકારે ગત બજેટમાં આવકવેરાની કલમ 194-એન શરૂ કરી છે, જેમાં રોકડ ઉપાડ પર ટીડીએસનો વ્યાપ વધારાયો છે.

ATM કેટલું મોંઘું થઇ શકે છે?
10
લાખથી વધુ વસતીવાળાં શહેર
1.
ટ્રાન્ઝેક્શન લિમિટથી વધુ વખત પૈસા ઉપાડવા પરનો ચાર્જ 15 રૂ.થી વધારીને 17 રૂ.
2.
બેલેન્સ ચેક, પિન ચેન્જ જેવાં ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 5 રૂ.થી વધારીને 7 રૂ.

10 લાખથી ઓછી વસતીવાળાં શહેર
1.
ફ્રી ટ્રાન્ઝેક્શન 5થી વધીને 6 થઇ શકે છે.
2. 6
થી વધુ ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 15થી વધી 18 થઇ શકે છે.
3.
બેલેન્સ ચેક, પિન ચેન્જ જેવાં ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ 5 રૂ.થી વધારીને 7 રૂ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post