• Home
  • News
  • કાશ્મીરના પહલગામમાં ITBPની બસ નદીમાં પડી:10થી વધારે જવાનોનાં મોત, 39 જવાન ગાડીમાં હતા; દરેક અમરનાથ યાત્રા ડ્યૂટીમાં તહેનાત હતા
post

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુખ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 17:15:02

કાશ્મીરના પહલગામમાં 39 જવાનને લઈને જતી બસ નદીમાં પડી છે. એમાં 10થી વધારે જવાનોનાં મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.

ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પૂરી થઈ છે. આ યાત્રામાં તહેનાત સેનાના જવાન તેમની ટુકડીઓમાં પરત આવતા હતા. એ સમયે જ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઈમાં પડી હતી.

પહલગામ SDPO ફહદ ટાકે જણાવ્યું હતું કે 3થી 4 કર્મચારીનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે. અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે. અનંતનાગના ડેપ્યુટી કમિશનરે ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું છે કે, ઘાયલ જવાનોની સારવાર સરકારી મેડિકલ કોલેડ અનંતનાગમાં થઈ રહી છે. સ્પોટ તરફથી 19 એમ્બ્યુલન્સ રવાના થઈ છે. હાલ અમારુ ફોક્સ ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન કરવાનુ છે. જે જવાનોને સામાન્ય ઈજા થઈ છે તેમને સારવારમાટે પહલગામ મોકલી દેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુખ થયું. આ ઘટનામાં આપણે આપણાં બહાદુર આઈટીબીપી જવાનોને ગુમાવી દીધા છે. મૃતકોના પરિવારને મારી સાંત્વના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના છે. ઘાયલ જવાનો ઝડપથી સાજા થઈ જાય તેની દરેક સુવિધાઓ આપવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post