• Home
  • News
  • ITBPના જવાનો દ્વારા રેસ્ક્યૂ કામગીરી:ITBP જવાન મહિલાને સ્ટ્રેચર પર લઈ 15 કલાક સુધી પૂરગ્રસ્ત વિસ્તારોમાં 40 કિલોમીટર ચાલ્યા અને જીવ બચાવ્યો
post

20 ઓગસ્ટના રોજ સ્થાનિક મહિલા તેના ઘરની નજીક પહાડ પરથી પડી ગઈ હતી, ઈલાજ ન મળતા સ્થિતિ ગંભીર હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 12:12:45

ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ શનિવારે ઉત્તરરાખંડના સીમાવર્તી ગામમાંથી ઈજાગ્રસ્ત મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહાડી માર્ગોને પાર કરી 15 કલાકમાં મહિલાને સડક માર્ગ સુધી પહોંચાડી હતી, જ્યાંથી આ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ITBOના જણાવ્યા પ્રમાણે ટીમમાં 25 જવાનનો સમાવેશ થતો હતો. જેમને પિથોરાગઢના મુનસ્યારીના સીમાવર્તી ગામ લાસ્પામાંથી મહિલાને રેસ્ક્યૂ કરી હતી. તે 20 ઓગસ્ટના રોજ મહિલા પહાડ પરથી પડી ગઈ હતી. તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને પૂરતી સારવાર ન મળવાને લીધે તેની સ્થિતિ ગંભીર હતી.

બે દિવસ બાદ પણ હેલિકોપ્ટર પહોંચી શક્યુ નથી
ITBP
ના મતે ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર બે દિવસ બાદ પણ પહોંચી શક્યુ ન હતું. ત્યારબાદ ITBPના જવાનોએ તેમની બોર્ડર પોસ્ટરથી ગામ જઈ મહિલાનો જીવ બચાવવા માટેની જવાબદારી લીધી હતી. 14મી બટાલીયનના જવાનોએ ચોમાસાથી સંપૂર્ણપણે અસરગ્રસ્ત વિસ્તારોને પાર કરી સ્થાનિક મહિલા પાસે સડક માર્ગ સુધી પહોંચાડી હતી. જવાન શનિવારે મિલમ બેઝથી આશરે 22 કિલોમીટર દૂર મહિલાના ગામ પહોંચ્યા. મોટાભાગનું અંતર ચાલીને પસાર કર્યું હતું.

15 કલાકમાં આશરે 40 કિલોમીટરનું અંતર કાપ્યું
ગામ પહોંચ્યા બાદ ITBPના 25 જવનો વારાફરતી પાણીથી ભરાયેલા નાળા, લેન્ડસ્લાઈડવાળા વિસ્તારો તથા ઉબડ-ખાબડ ઢોળાવોમાંથી પસાર થઈ આશરે 15 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપી મહિલાને સ્ટ્રેચરમાં માર્ગ સુધી પહોંચાડી હતી. જ્યાંથી મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હવે મહિલાની સ્થિતિ સ્થિર હોવાની માહિતી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post