• Home
  • News
  • જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આવતીકાલે AAPમાં જોડાશે, કેજરીવાલની હાજરીમાં જાહેરાત થશે, વિસનગરથી લડશે ચૂંટણી
post

ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 19:13:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાંથી ચૂંટણી લડશે.

ઉ.ગુજરાતની 20 સીટો પર અસર થશે
વિપુલ ચૌધરીએ બે મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા છે.

આ બેઠકોમાં ભાજપને નડી શકે
ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. એક સમયે શંકરસિંહ વાધેલા અને વિપુલ ચૌધરીને કોંગ્રેસમાં જોડાવાની વાતે કોંગ્રેસનું સિનિયર નેતાઓનું એક જૂથ નારાજ થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post