• Home
  • News
  • જયા કિશોરીએ લગ્ન વિશે ખુલાસો કર્યો, બાબા ધીરેન્દ્ર સાથે નામ જોડાતા નારાજ થયા
post

મને ખબર નથી કે મારા લગ્ન ક્યારે થશે-જયા કિશોરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 19:02:33

લોકપ્રિય યુવા કથાવાચક જયા કિશોરીને લોકો મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખે છે. તેમને મોટી સંસ્થાઓ તરફથી આમંત્રણ આપવામાં આવે છે. તેનો દરેક યુટ્યુબ વીડિયો પર લાખોની સંખ્યામાં વ્યુવ્સ આવે છે. જયા તેના લગ્નને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ જયા કિશોરીનું નામ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું હતું, ત્યાર બાદ બંનેના લગ્નની પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે બાદમાં તે માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું. હવે જયા કિશોરીએ પોતાના લગ્ન અને બાગેશ્વર બાબા સાથેના સંબંધ પર મૌન તોડ્યું છે.

મને ખબર નથી કે મારા લગ્ન ક્યારે થશે-જયા કિશોરી

એક ચેનલ સાથે વાતચીત દરમિયાન જયા કિશોરીએ લગ્ન પર ખુલીને વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે લોકો જાણવા માંગે છે કે તેનો બોયફ્રેન્ડ કોણ છે? આ અંગે જયા કિશોરીએ કહ્યું કે એક ઉંમર પછી લગ્ન માટે સમાજનું પ્રેશર વધી જાય છે. જ્યારે કોઈ ગમતું હોય ત્યારે પોતાની વાત સામે રાખવામાં કશું ખોટું નથી. પરંતુ હવે પ્રેશર વધી ગયું છે. મેં આ વિશે એમ પણ કહ્યું હતું કે પહેલા મને લાગતું હતું કે મારે લગ્ન કરવા જોઈએ, પરંતુ હવે નથી લાગતું કે કરવા જોઈએ. લગ્ન માટે પુછાતા સવાલો હવે મને પરેશાન કરવા લાગ્યા છે. મને ખબર નથી કે મારા લગ્ન ક્યારે થશે. હાલ એવો કોઈ પ્લાન નથી. હાલ મારી પાસે આ માટે સમય નથી.

જયારે લગ્ન કરીશ ત્યારે બધાને જણાવવામાં આવશે

બોયફ્રેન્ડ વિશે સવાલ પૂછતાં કિશોરીએ કહ્યું કે મારી પાસે આ બધા માટે સમય નથી. મને લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજથી કોઈ વાંધો નથી. મેં કંઈ પ્લાન નથી કર્યું. મારા પરિવાર તરફથી પણ મારા પર કોઈ પ્રેશર નથી. બાગેશ્વર બાબા સાથે નામ જોડવા પર જયા કિશોરીએ કહ્યું કે તેમાં કોઈ સત્ય નથી. હું તો તેમને ક્યારેય મળી પણ નથી. અચાનક મને સમાચાર મળ્યા કે મારા વિશે આવી વાતો થઈ રહી છે. જ્યાં સુધી સત્ય ખબર ન પડે ત્યાં સુધી લોકોએ તેના વિશે વાત ન કરવી જોઈએ. આ બધું ખોટું છે. આવી વાતોથી ભલે મને ફર્ક નથી પડતો, મને વાંધો નથી, પરંતુ એક સામાન્ય છોકરીને આનાથી ઘણો ફર્ક પડશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે હું જયારે લગ્ન કરીશ ત્યારે બધાને જણાવવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post