• Home
  • News
  • જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું
post

પાર્ટી છોડનારા અગ્રણી કોંગ્રેસ નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે જેઓ હવે ભાજપ સરકારમાં મુખ્ય હોદ્દા ધરાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 17:41:30

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. શેરગીલે સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિત માટે નથી પરંતુ તે એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે કે જેઓ સિકોફેન્સીમાં વ્યસ્ત છે અને જમીની વાસ્તવિકતાની સતત અવગણના કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીમાં ખાનગી હિતોને પ્રાધાન્ય મળી રહ્યું છે જ્યારે જાહેર અને રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી રહી છે. શેરગીલે તેમના પત્રમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક કારણ એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન નિર્ણય નિર્માતાઓની વિચારધારા અને દ્રષ્ટી હવે યુવાનો અને આધુનિક ભારતની આકાંક્ષાઓ સાથે સુસંગત નથી.

શેરગિલ વ્યવસાયે વકીલ છે અને કોંગ્રેસના યુવા નેતાઓમાંથી એક અગ્રણી વ્યક્તિ હતા. તેઓ પંજાબના વતની છે. શેરગીલનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે યુથ કોંગ્રેસના અનેક નેતાઓએ એક પછી એક પાર્ટીને અલવિદા કહી દીધું છે. પાર્ટી છોડનારા અગ્રણી કોંગ્રેસ નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે જેઓ હવે ભાજપ સરકારમાં મુખ્ય હોદ્દા ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post