• Home
  • News
  • JNU કુલપતિનો બફાટ:કહ્યું- કોઈ ભગવાન ઉચ્ચ જાતિના નથી; શિવ તો SC-ST છે, એ સાપ સાથે સ્મશાનમાં બેસતા હતા
post

JNUના કુલપતિ 9 ભાષાઓના જાણકાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:53:08

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ શાંતિશ્રી ધુલીપુડી પંડિતે સોમવારે દેવી-દેવતાઓ અને જાતિ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હિંદુ દેવતાઓ કોઈ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. ભગવાન શિવ પણ શૂદ્ર છે, કારણ કે તેઓ સ્મશાનમાં બેસે છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેનો વિષય હતો- ડૉ. બી.આર. આંબેડકર થોટ એન્ડ જેન્ડર જસ્ટિસ: ડીકોડિંગ ધ યૂનિફોર્મ સિવિલ કોડ.

શા માટે આપણે આજ સુધી જ્ઞાતિ પ્રથાને અનુસરીએ છીએ - શાંતિશ્રી
શાંતિશ્રી પંડિતે કહ્યું, "કોઈ દેવતા બ્રાહ્મણ નથી. સોથી ઉંચો દરજ્જો ક્ષત્રિયનો છે. શિવ જરુરથી SC_ST હોવા જોઈએ. કારણ કે તેઓ સ્મશાનમાં સાપ સાથે બેસે છે. તેમની પાસે પહેરવા માટે ખૂબ ઓછા કપડાં છે. મને નથી લાગતું કે બ્રાહ્મણ સ્મશાનમાં બેસી શકે છે. તેથી સ્પષ્ટપણે દેવતાઓ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. જો તમે લક્ષ્મી, શક્તિ અને જગન્નાથ જુઓ તો બધા દેવતાઓ આદિવાસી છે. તો શા માટે આપણે હજી પણ આ ભેદભાવ ચાલુ રાખીએ છીએ, જે ખૂબ જ અમાનવીય છે."

ભારતીય સમાજ અને આંબેડકર વિશે પણ નિવેદન આપ્યું હતું

·         જો ભારતીય સમાજ કંઈક સારું કરવા માંગતો હોય તો જાતિને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. મને સમજાતું નથી કે આપણે શા માટે તે ઓળખ માટે આટલા લાગણીશીલ કેમ છીએ, જે ભેદભાવપૂર્ણ અને અસમાન છે. આપણે આ આર્ટિફિશિયલ ઓળખને બચાવવા માટે અમે કોઈને પણ મારવા તૈયાર છીએ.

·         બૌદ્ધ ધર્મ એ સૌથી મહાન ધર્મોમાંનો એક છે, કારણ કે તે સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ મતભેદ, વિવિધતા અને તફાવતને સ્વીકારે છે.

·         ગૌતમ બુદ્ધ બ્રાહ્મણવાદી હિંદુ ધર્મના પ્રથમ વિરોધી હતા. તેઓ ઈતિહાસના પ્રથમ તર્કવાદી પણ હતા. આજે આપણી પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા પુનઃજીવિત કરેલી એક પરંપરા છે.

જાલોરની ઘટના પર કહ્યું- દુર્ભાગ્ય છે કે આજે જાતિનો જન્મ પર આધાર છે
તેમના ભાષણમાં, શાંતિશ્રીએ રાજસ્થાનમાં નવ વર્ષના દલિત છોકરાના મૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર ઉચ્ચ જાતિના શિક્ષક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું- "દુર્ભાગ્યે છે કે આજે જાતિ જન્મ પર આધારિત છે. જો કોઈ બ્રાહ્મણ કે મોચી હોય તો શું તે જન્મતાની સાથે જ તે દલિત થઈ જાય છે? ના, હું આ એટલા માટે કહી રહી છું કારણ કે હાલમાં જ રાજસ્થાનમાં એક દલિતને એટલા માટે માર મારવામાં આવ્યો હતો કે તેણે પાણી પીધું ન હતું, ફક્ત તેણે સ્પર્શ કર્યો હતો. કૃપા કરીને સમજો, આ માનવ અધિકારનો પ્રશ્ન છે. આપણે સાથી માણસ સાથે આવુ વર્તન કેવી રીતે કરી શકીએ છઈએ.

JNUના કુલપતિ 9 ભાષાઓના જાણકાર છે
પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિત તેલુગુ, તમિલ, મરાઠી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, કન્નડ, મલયાલમ અને કોંકણી ભાષાઓના સારી રીતે જાણકાર છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમાં પાર્લામેન્ટ એન્ડ ફોરેન પોલીસી ઈન ઈન્ડીયા, રિસ્ટ્રક્ચરિંગ એનવાયરમેન્ટલ ગવર્નેન્સ ઈન એશિયા- ઈથિક્સ એન્ડ પોલીસીનો સમાવેશ થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post