• Home
  • News
  • જસ્ટિસ ફોર આઈશા:આઈશા આપઘાત કેસમાં આરોપી પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ, જિંદગીના અંત પહેલાં આઈશાએ એક વીડિયો બનાવ્યો હતો
post

2018માં રાજસ્થાનના ઝાલોરના આરિફ ખાન સાથે આયશાના નિકાહ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-02 09:54:07

વટવાની યુવતી આઈશા મકરાણીને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરાઈ છે. અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રસંગમાંથી આરિફને ઝડપી લેવાયો હતો. મંગળવારે તેને અમદાવાદ લાવવામાં આવશે. બીજી તરફ, આઇશાના પિતાએ પણ આરિફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે આરિફને અન્ય યુવતીઓ સાથે આડાસંબંધ હતા અને તેની વારંવાર પૈસાની માગણીઓને કારણે મનમાં લાગી આવતાં આઈશાને મિસકેરેજ પણ થઈ ગયું હતું.

પતિના આડાસંબંધ, સતત પૈસાની માગણીથી લાગી આવતાં આઈશાને મિસ્કેરેજ થયાનો પિતાનો આક્ષેપ
આઈશાના પિતા લિયાકતઅલી મકરાણીએ આરિફ સામે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે લગ્નના થોડા સમય બાદ આઈશા ગર્ભવતી થતાં તેને આશા હતી કે તેનો પતિ આ સાંભળીને ખુશ થશે, પરંતુ આરિફેે તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું, આથી આઈશાને મનમાં ખૂબ રંજ થયો હતો, તેની તબિયત લથડતાં તેનું મિસ્કેરેજ થયું હતું. ત્યાર બાદ સમાજના વડીલોની મધ્યસ્થી અને દોઢ લાખ રૂપિયા આપતાં આરિફ આઈશાને તેડી ગયો હતો. તેમ છતાં સમયાંતરે આરિફ અને તેનાં માતા-પિતા તથા બહેન દહેજ મામલે આઈશાને પરેશાન કરતાં હતાં અને અવારનવાર પિયરે મોકલી દેતાં હતાં. આ મામલે કોઈ નિકાલ ન આવતાં અંતે આઈશાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ગત 21 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.

આઇશાના પિતાએ વધુ આક્ષેપો કરતાં કહ્યું છે કે આરિફને ઝાલોરની જ એક યુવતી સાથે સંબંધ છે. આ બાબતની જાણ આઈશાને ત્યારે થઈ, જ્યારે તેની હાજરીમાં જ વીડિયો-કોલ કરી તે યુવતી સાથે વાત કરતો હતો. આઈશાના પિતા અને તેમના વકીલ જફરખાન પઠાણના જણાવ્યા અનુસાર, આઈશાએ આ વાતનો વિરોધ કરતાં આરિફે કહ્યું હતુ કે હું તેને જ પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન માત્ર મોજશોખ ખાતર જ કર્યાં છે.ત્યાર બાદ તે આઈશાને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો.

‘72 મિનિટની વાતચીતમાં આરિફે આઈશાને ઉશ્કેરી ના હોત તો તે બચી ગઈ હોત
આઈશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ તેમ કહેતાં આરિફે કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

ગત 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વટવામાં પરિણીતા આઈશાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે. એમાં યુવતી તેનાં માતા-પિતાને કહે છે કે અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

પિતા ઝાલોર જઈને બધું ઠીક કરી દેવા દીકરીને કહે છે
આપઘાત કરતાં પહેલાં યુવતીએ પોતાનાં માતા-પિતાને ફોન કરી પોતે મરી જાય છે અને પતિએ તેને મરવાનું કહ્યું તો તેનો વીડિયો મોકલવાનો કહ્યો હતો એટલે મેં બનાવીને મોકલ્યો છે એમ જણાવે છે. વાતચીતમાં માતા-પિતા બંને દીકરીને સમજાવે છે કે તું ઘરે આવી જા; તને કસમ છે. પિતા કહે છે કાલે જ હું ઝાલોર જઈ બધું સરખું કરી આવીશ છતાં આઇશા રડતાં રડતાં બસ હવે બહુ થયું. હવે નથી જીવવું કહી મરવાની વાત કરે છે. બચી ગઈ તો લઇ જજો અને મરી ગઈ તો દફન કરી દેજો કહે છે. માતા-પિતાની કસમ છતાં છેવટે આઇશા નદીમાં કૂદી જિંદગીનો અંત લાવી દે છે.

આઈશાએ કરેલા છેલ્લા કોલમાં તેનો તેનાં માતા-પિતા સાથેનો સંવાદ

આઇશા: બસ આ રહી હૂ મૈે.

પિતા: કહાં પર રહ ગઈ તું?

આઇશા: રિવરફ્રન્ટ પર હૂ, આ રહી હૂં મૈ.

પિતા:કહાં પર રહ ગઈ તુ? મૈ મોન્ટુ કો ભેજતા હૂ, હેલ્લો સોનુ, મેરી બાત સુન બેટા.

આઇશા: (રડતાં-રડતાં) મુજે કુછ નહીં સુનના પપ્પા.

પિતા: દેખ ગલત બાત મત કર, લેં અમ્મી સે બાત કર.

આઇશા:મુજે કુછ નહીં સુનના, બે પાની મેં કૂદને તક કા કામ હૈ.

માતા: નહીં બેટા, ઐસા કામ મત કરના.

આઇશા: અબ બહોત હો ગયા.

માતા: ઐસા કરને સે લોગ બોલેગેં કે યે ખરાબ થી.

આઇશા: જીસે જો ચાહે બોલના હૈ.

માતા: ઐસા કામ નહીં કરના.

આઇશા: બહુત હુઆના મોમ.

માતા: ઐસા કુછ નહિ કરના.

આઇશા: બસ, પાની મેં કૂદના હૈ, નહીં જીના.

માતા: તેરે બાબા કી કસમ, ઐસા કામ મત કરના.

આઇશા: મેરે કો નહિ જીના, મેં થક ગઈ હું.

માતા: ઐસા કુછ નહીં અલ્લાહ માલિક હૈ, માફ કરેગા, (તેના પિતા સમજાઓ વચ્ચે બોલે છે), સોનુ

આઇશા: ઉનકો નહિ આના મેરી જિંદગી મેં, આઝાદી ચાહિએ તો આઝાદી દે દી હૈ ના, ઉસે આઝાદી ચાહિએ ના, બોલતા હૈ મરને જા રહી હૈ તો વીડિયો બનાકે ભેજ દેના. તાકિ પુલિસ લપેટ ન દે, મૈને વીડિયો દે દી ઉસકો, ઠીક હૈ, મૈં મરને જા રહી હૂ., તુમ્હારે વહાં કોઈ નહિ આયેગા.

માતા: ઐસા કરના હી નહિ કુછ ભી.

આઇશા: વીડિયો ભેજ દી, અભી મરના ચાહતી હૂ. બસ, બહુત હુઆ, થક ગઈ હૂ જિંદગી લાઈફ સે, ડેડ હો ગઈ હૂ, કબતક હસુ મૈ

માતા: કુછ ભી ઐસા નહીં હોગા (તેના પિતા વચ્ચે સમજા લો) પપ્પા કલ ઝાલોર જાતે હૈ.

આઇશા: અબ નહીં, અબ લેટ હોઈ ગઈ હૈ.

માતા:કુછ લેટ નહિ હુઓ, પપ્પા કલ ઝાલોર જા રહે હૈ.

આઇશા: લેટ હો ગયા

માતા: શાંતિ રાખ

આઇશા: નહીં મમ્મા, મુજે અબ નહીં જીના.

પિતા: સોનુ

આઇશા: અબ નહીં જીના

પિતા: સોનુ, નહીં બેટા સોનુ, મેરી બાત સુન.

આઇશા: પપ્પા...

પિતા: સોનુ મેરી સુનેંગી પહલે.

આઇશા: ઉસે નહીં આના મેરી જિંદગી મેં, તો ઠીક હૈ નહિ જીના.

પિતા: મૈ કલ જા રહા હૂ ઝાલોર.

આઇશા: મેરી મય્યત મેં જીસે બુલાના હૈ બુલાઓ.

પિતા: મેરી બાત સુન લે બેટા, તુને સુનાના મેરા.

આઇશા: નહીં પપ્પા યાર. મુજે તુમકો તકલીફ દુ, કબતક તકલીફ દુ.

પિતા: આઈશા મુબારક નામ હૈ તેરા બેટા, ઉસ નામ કી લાજ રખ, નામ કી લાજ રખ.

આઇશા: મુબારક તકદીર લે કે નહિ આઈ હું પાપા.

પિતા: આઈશા રઝિયા મુબારક નામ હૈ તેરા, મા આઈશા રઝિયો કી કસમ હૈ, તેરે કો કહ રહા હૂ તુ ઘર આયેંગી.

આઇશા: બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

પિતા: મેં ઝાલોર જા રહા હૂ

આઇશા: નહીં પપ્પા.

પિતા: મેં કલ ઝાલોર જા રહા હૂ, કુછ ભી કિંમત પર સુલઝા દેતે હૈ. બસ, તેરે કો કલામ પાક કી કસમ હૈ, દેખ.

આઇશા: અબ બસ, પપ્પા અબ બસ.

પિતા:તેરે કો બોલાના, ઘર આજા બેટા.

આઇશા: અબ આરિફ જે જો બાત કરની હૈ કર લો, મૈને કર લી હૈ, જો જવાબ ચાહિએ થે મિલ ગયે.

પિતા: તેરે બાપ કી નહીં માનેગી.

આઇશા: મત કરિયો, અબ મત કરીએ, અબ નહીં જીના પપ્પા, બહુત હુઆ ના યાર, કબ તક પરેશાન હુંગી ખુદ કે લિયે.

પિતા: મેરી બાત તો સુન ઉસસે ક્યા હલ હોગા બેટા, વો તો જેલ જાયેંગે.

આઇશા: કોઈ જેલ નહીં જાયેંગા, વીડિયો બના કે દે દી, કોઈ કિસી કી જિમ્મેદારી નહિ હૈ.

પિતા: બાત સુન બેટા, તેરી અમ્મી રો રહી હૈ, ઘર આ જા, બેટા.

આઇશા: અબ નહીં મૈ થક ગઈ હૂ.

પિતા: મેં મોન્ટુ કો ભેજતા હૂ, મેરી બાત સુન, મૈ મોન્ટુ કો ભેજ રહા હૂ, તુ કૌન સી જગહ પર હૈ.

આઇશા: પત્તા નહીં, રિવરફ્રન્ટ પર હૂ.

પિતા: તુ મેરી બાત નહિ સુનેંગી બેટા.

આઇશા: પપ્પા, મેં થક ગઈ હું, કોઈ સોલ્યુશન નહીં મેરી જિંદગી મેં.

પિતા:. મૈને બોલા હૈના હૈ બેટા. બસ, સોલ્યુશન હૈ, સબ સોલ્યુશન હૈ તુ મેરી બાત સુન બેટા.

આઇશા: વો બોલતા હૈ કેસ નહિ કિયા હોતા તો મૈ સોચતા.

પિતા: મેં જા રહા હૂૂના, કલ જાકે ઉનસે બાત કર લેતા હૂ, કે કેસ વાપસ લે લેંગે, તબ સબ સુલઝ જાયેંગા.

આઇશા: વો, નહી આયેગા, ફીર ભી મેરી જિંદગી મેં નહીં આયેગા.

પિતા: એક બાર મેરે પે ભરોસા કર, મેરી બાત સુન.

આઇશા: મૈંને બહોત ભરોસા કર લિયા.

પિતા: અબ તુ ઘર આ, એક બાર તુ ઘર આ જા, તો તુ મેરી બાત સુન લે, તુજે કુરાન શરિફ કી કસમ હૈ, તુ ઘર આજા બેટા.

આઇશા: અબ નહિ આના.

પિતા: સમજતી ક્યું નહિ, મૈ ખુદ આત્મહત્યા કર લૂંગા ફીર, સબ કો મારુંગા, સબ કો માર દુંગા, કિસી કો ઘરમેં જિંદા નહિ રખુંગા ફીર.

આઇશા: પપ્પા મેં આ રહી હૂ.

પિતા: ફીર

આઇશા: આ રહી હૂ

પિતા: સમજતી નહિ કોઈ બાત, ફીર કહ રહા હૂ, સમજતી નહિ હૈ, ચલ ઘર આજા ચલ, કૌન સી જગહ હૈ, મોન્ટુ કો ભેજતા હૂ ગાડી લેકે, મૈ આતા હૂ તેરેકો લેને બોલ, કૌન સી જગહ ખડી હૈ બોલ.

આઇશા: મેં રિવરફ્રન્ટ પર હૂ

પિતા: કૌન સી જગહ, એલિસબ્રિજ કે પાસ.

આઇશા: હા પપ્પા.

પિતા: અબ બહાર નીકલકર, વહાં સે પ્રાઈવેટ રિક્ષા કર,મૈ ભાડા દેતા હૂ.

આઇશા: મેં રહી હૂ પિતા: હા આ જા, કલામ પાક કી કસમ હૈ તેરો કો.

આઇશા:આ રહી હૂ.

પિતા: આ જા તુ ઘર આ.

સાબરમતીમાંથી ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી
રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાંથી એક મહિલાની એટલે કે આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં
વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરિફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post