• Home
  • News
  • મહેસાણાના કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારુઓએ હુમલો કર્યો
post

વડુ ગામના રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:57:52

મહેસાણાના કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવમાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યો હતો એ જ સમયે લૂંટારુઓએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામનો વતની છે અને છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. તાજેતરમાં જ તેણે આ નવી નોકરી શરૂ કરી હતી.

છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા
મહેસાણા જિલ્લાના કડીના વડુ ગામના રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. સારી ઓફર મળતા તેમણે પેન્સિલવેનિયામાં એક સ્ટોરમાં નવી નોકરીની શરૂઆત કરી હતી.

વેડુમાં શોકની લાગણી ફેલાઈ
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોતાના જ ગામના યુવકની ગોળી મારીને લૂંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે કડીના વડુ ગામમાં ફેલાયા હતા. સમાચાર મળતા જ ગ્રામજનો અને સગાસંબધીઓ વડુમાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી ગયા હતા. વિદેશમાં કમાવવા ગયેલા ગામના યુવકની હત્યાથી વડુ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post