• Home
  • News
  • કમલનાથ સરકાર લઘુમતીમાં: મધ્ય પ્રદેશના રાજકારણમાં હવે 5 સમીકરણ, ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકસાન
post

22 ધારાસભ્યના રાજીનામા મંજૂર થાય તો બહુમતીનો આંકડો 104 થશે, ભાજપ પાસે 107 ધારાસભ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 08:54:59

ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતા અને તેમના જૂથના ધારાસભ્યોએ વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામુ આપી દીધા બાદ કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. આ સંજોગોમાં હવે મધ્ય પ્રદેશના રાજકારણમાં 5 સમીકરણ બની રહ્યા છે. સમીકરણમાં ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. સૌની નજર વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિ પર રહેશે.લગભગ દરેક સમીકરણમાં ફ્લોર ટેસ્ટ થશે. જો બહુમતી માટેના ટેસ્ટ અગાઉ કમલનાથ રાજીનામુ આપી દે છે તો ફ્લોર ટેસ્ટની સંભાવના ઓછી રહેશે. આ સંદર્ભમાં ભાસ્કરના પ્રશ્નોના કાયદાના નિષ્ણાત સુભાષ કશ્યપે જવાબ આપ્યા.

સરકાર કઈ સ્થિતિમાં પડી શકે છે?

ધારાસભ્યોના રાજીનામાને લીધે કમલનાથ સરકાર આપમેળે નહીં પડે. કમલનાથ પોતે રાજીનામુ આપે અથવા ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં તે બહુમતી સાબિત ન કરી શકે. ત્યારે સરકાર પડી શકે છે.

પહેલુ સમીકરણઃ જો ધારાસભ્યોના રાજીનામા મંજૂર થઈ જાય
મધ્ય પ્રદેશમાં 2 ધારાસભ્યના મૃત્યુ બાદ કુલ બેઠક =228
રાજીનામુ આપનારા કોંગ્રેસના ધારાસભ્ય= 22
આ રાજીનામા સ્પીકર મંજૂર કરશે તો ગૃહમાં બેઠક (228-22)=206
આ સ્થિતિમાં બહુમતી માટે જરૂરી= 104
ભાજપ= 107 (બહુમતીથી 3 વધારે)
*
કોંગ્રેસ+= 99 (બહુમતીથી 5 ઓછી)

આ સ્થિતિમાં ભાજપને ફાયદો મળશે. ત્યારબાદ બહુમતી માટે જરૂરી 104થી 3 વધારે એટલે કે 107 આંકડાની જરૂર રહેશે.
તે સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકે છે.
*
કોંગ્રેસના 92 ધારાસભ્ય છે.


બીજુ સમીકરણઃ જો અપક્ષે પણ વલણ બદલે અને ધારાસભ્યોના રાજીનામા બાદ પેટાચૂંટણી થાય તો?

ભાજપ પાસે 107 ધારાસભ્ય છે. 4 અપક્ષના સમર્થનમાં આવે તો ભાજપ માટે સંખ્યા 111 થઈ જાય. કોગ્રેંસ ધારાસભ્યો દ્વારા છોડવામા આવેલ બેઠક 22 છે અને 2 ખાલી બેઠક સહિત કુલ 24 બેઠક પર પેટા ચૂંટણીમાં પક્ષે 9 બેઠક જીતવી પડશે. કોંગ્રેસના અપક્ષો સાથે રહી પેટાચૂંટણીમાં 17 અને અપક્ષોના પક્ષ બદલવાના સંજોગોમાં 21 બેઠક જીતવાની રહેશે.

ત્રીજુ સમીકરણઃ BSPના 2 અને SPના 1 ધારાસભ્ય પણ ભાજપ સાથે જઈ શકે છે

ભાજપ પાસે 107 ધારાસભ્ય છે. 4 અપક્ષ, 2 BSP અને 1 SPના ધારાસભ્ય પણ આવે તો ભાજપ+ની સંખ્યા 114 થાય છે. પેટાચૂંટણી યોજાવાના સંજોગોમાં ભાજપને બહુમતી માટે ફક્ત 2 વધુ બેઠકની જરૂર રહેશે. આ ઉપરાંત કોંગ્રેસને અપક્ષોની સાથે રહેવાની સ્થિતિમાં 20 બેઠકની જરૂર પડશે.બીજીબાજુ અપક્ષો સાથે નહીં રહેવાના સંજોગોમાં તમામ 24 બેઠક જીતવી પડશે.

ચોથો તબક્કોઃ જો તમામ ધારાસભ્યોને સ્પીકર અયોગ્ય ઠરાવે તો?
આ સ્થિતિમાં ઉપરોક્ત સ્થિતિ જ લાગુ પડી શકે છે. અયોગ્ય ઠરાવવામાં આવેલા ધારાસભ્ય પેટાચૂંટણી લડી શકશે નહીં.

પાંચમુ સમીકરણઃ જો કોંગ્રેસના તમામ ધારાસભ્યો રાજીનામુ આપી દે તો?

આ સંજોગોમાં રાજ્યપાલ નક્કી કરશે કે મધ્યાવર્તિ ચૂંટણી યોજવી કે પેટાચૂંટણી. પેટાચૂંટણી થવાના સંજોગોમાં ભાજપ ફાયદામાં રહેશે અને રાજ્યપાલ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે.

શું સ્પીકર આ ધારાસભ્યોને અયોગ્ય ઠરાવી શકે છે?

સ્પીકર આ ધારાસભ્યોને બોલાવીને પૂછશે કે શું તેમણે શું રાજીનામા તેમની ઈચ્છાથી આપ્યા છે. જો તે પ્રમાણે હશે તો રાજીનામા સ્વીકાર કરવા ઉપરાંત સ્પીકર પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. જોકે, કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોને કરાર આપવામાં આવ્યો હતો અને તેમને સુપ્રીમ કોર્ટમાં જવુ પડ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post