• Home
  • News
  • સ્પીકરે વધુ 16 રાજીનામા મંજૂર કર્યા, આજે કમલનાથનું રાજીનામુ નક્કી; દિગ્વિજયે કહ્યું- સરકાર બચાવવી મુશ્કેલ
post

આ રાજીનામાનો સ્વીકાર થયા પછી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 92 થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 11:50:14

ભોપાલ: મધ્ય પ્રદેશમાં 17 દિવસથી ચાલતીરાજકીય ખેંચતાણનો આજે નિર્ણાયક દિવસ છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે કમલનાથ સરકારનો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે કમલનાથ સરકારનો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. કોંગ્રેસ અને ભાજપે તેમના ગૃહમાં હાજર રહેલા ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યો છે. કમલનાથે સીએમ હાઉસ પર 12 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે, આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથ ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામાની જાહેરાત કરી શકે છે. ગુરુવારે રાત્રે સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવ્યા છે. આ રાજીનામાનો સ્વીકાર થયા પછી કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 92 થઈ ગઈ છે.

દિગ્વિજય સિંહે હવે સ્વીકાર કરી લીધું છે કે, તેમની સરકાર સુરક્ષીત નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, અમારી સરકાર બચાવવી મુશ્કેલ છે.

ફ્લોર ટેસ્ટમાં ભાજપનો પક્ષ મજબૂત
જો કમલનાથ સરકાર ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામુ આપે તો ભાજપ રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. હાલ સભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ પાસે બહુમતી છે. એવો અંદાજ લગાવવામાં આવે છે કે, ફરી એક વાર શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બની શકે છે. જો આવું થાય તો શિવરાજ રેકોર્ડ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શિવરાજ સિવાય અર્જુન સિંહ અને શ્યામાચરણ શુક્લ ત્રણ-ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે.

ભાજપને પેટા ચૂંટણીમાં ઓછામાં ઓછી 9 સીટો જીતવી પડશે
મધ્ય પ્રદેશમાં હાલ કુલ 24 સીટો ખાલી છે. આ દરેક સીટ પર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી થવાની છે. જો ભાજપની સરકાર બનશે તો તેમને સરકાર બચાવવા પેટા ચૂંટણીમાં ઓછામાં ઓછી 9 સીટ જીતવી પડશે. જો કોંગ્રેસના સાત સહયોગીઓ સાથે રહેશે તો પેટા ચૂંટણીમાં 17 સીટ જીતીને તેઓ સત્તામાં પરત ફરી શકે છે.


22 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર થયા પછી વિધાનસભાની સ્થિતિ

·         મધ્ય પ્રદેશના 2 ધારાસભ્યોના નિધન પછી કુલ સીટ= 228

·         રાજીનામા આપનાર કોંગ્રેસના ધારાસભ્ય= 22

·         22 ધારાસભ્યોના રાજીનામા મંજૂર થયા પછી ગૃહમાં સીટો (228-22)= 206

·         આ સ્થિતિમાં બહુમત માટે જરૂરી = 104

·         ભાજપ= 107 (બહુમતથી 3 વધારે)

·         *કોંગ્રેસ+ = 99 (બહુમતથી 5 ઓછા)

·         *કોંગ્રેસના 92 ધારાસભ્યો બાકી રહ્યા છે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post