• Home
  • News
  • મારો શું વાંક હતો?…કમલનાથે મધ્યપ્રદેશના CM પદ પરથી આપ્યું રાજીનામું
post

તેમણે ભાજપના 15 વર્ષ સાથે તુલના કરતાં કહ્યું કે તેમણે પ્રજાને 5 વર્ષ માટે પસંદ કર્યા હતા પરંતુ તેમને 15 મહિના માટે જ કામ કરવા દેવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 16:30:19

મધ્યપ્રદેશની રાજકારણમાં અત્યારે એક મોટો વળાંક આવ્યો જ્યારે મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદ કરી. આમ તો પહેલેથી જ અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે આ પત્રકાર પરિષદમાં કંઇક મોટું થઇ શકે છે, પરંતુ સસ્પેન્સ બનેલું હતું, જેના પરથી કમલનાથે પડદો ઉઠાવી દીધો. કમલનાથે પત્રકાર પરિષદ શરૂ કરતાં જ પહેલાં તો જૂના દિવસ યાદ કર્યા જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની અને તે મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ તેમણે રાજીનામાની જાહેરાત કરી અને ઉઠીને જતા રહ્યા.

રાજીનામાંની પહેલાં 15 મહિનાનું રિપોર્ટ કાર્ડ

રાજીનામું આપતા પહેલાં કમલનાથે પોતાની 15 મહિનાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. તેમણે ભાજપના 15 વર્ષ સાથે તુલના કરતાં કહ્યું કે તેમણે પ્રજાને 5 વર્ષ માટે પસંદ કર્યા હતા પરંતુ તેમને 15 મહિના માટે જ કામ કરવા દેવાયું. તેમણે કહ્યું કે આ 15 મહિનામાં તેમણે પ્રદેશની તસવીર બદલવાની પૂરી કોશિષ કરી. હંમેશા વિકાસમાં વિશ્વાસ રાખ્યો.

કમલનાથે કહ્યું કે આ 15 મહિનામાં ભાજપે સતત મારી વિરૂદ્ધ ષડયંત્ર કર્યું. ભાજપ પહેલાં દિવસથી જ ષડયંત્ર કરી રહ્યું હતું અને આજે અમારા 22 ધારાસભ્યોને કર્ણાટકમાં બંધક બનાવીને રાખ્યા છે. ભાજપે કરોડો રૂપિયાનો ખેલ ખેલ્યો છે. પ્રદેશની જનતાની સાથે દગો કરનાર આ લોકોને પ્રજા કયારેય માફ કરશે નહીં. અમે આ 15 મહિનામાં મિલાવટમુકત સરકાર બનાવાની કોશિષ કરી.

 

ભાજપને આ ગમ્યું નહીં

રાજીનામું આપતા પહેલાં કમલનાથ ભાજપ પર બરાબરના વરસ્યા. ભાજપે લોકતાંત્રિકના મૂલ્યોની હત્યા કરી. તેમણે એમ પણ કહ્યું કે આ 15 મહિનામાં પહેલાં તબક્કામાં 3 લાખ અને બીજા તબક્કામાં 7 લાખ ખેડૂતોની લોન માફ કરી અને ત્રીજા તબક્કામાં 2 લાખ ખેડૂતોના દેવા માફ કર્યા છે. ભાજપે ષડયંત્ર રચીને તમામ ખેડૂત ભાઇઓની સાથે દગાખોરી કરી છે. ભાજપ સતત અમારી સરકારને સ્થિર કરવાની કોશિષ કરતું રહ્યું. ગૌમાતાના સંરક્ષણ માટે ગોશાળા બનાવામાં આવી પરંતુ ભાજપને એ પણ ના ગમ્યું. પ્રદેશને ભયમુક્ત બનાવી પરંતુ ભાજપને એ પણ ના ગમ્યું. યુવાનોને રોજગારી આપવાની કોશિષ કરી પરંતુ ભાજપને એ પણ ના ગમ્યું. ભાજપના શાસનમાં મધ્યપ્રદેશમાં માફિયા રાજ ધમધમતું હતું.


15 મહિનામાં ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લાગ્યો નહીં. પ્રજાએ મહેસૂસ કર્યું કે સરકાર કેવી હોય છે. તેઓ બોલ્યા કે આજ પછી કાલ આવે છે અને કાલ પછી પરમદિવસ. હું હરાજી અને સોદાનું રાજકારણ કરતો નથી.

 

આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસથી રાજસ્થાનના રાજકારણમાં ઘણી ઉથલપાથલ મચી ગઇ હતી. આ બધું શરૂ થયું જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ. ત્યારબાદ તેમનું સમર્થન કરનાર ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું હતું. હવે સિંધિયા ભાજપમાં સામેલ થઇ ચૂકયા છે. કમલનાથ સરકારમાંથી 16 ધારાસભ્યોના રાજીનામા મંજૂર પણ થઇ ચૂકયા છે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપી દીધો છે અને આજે સાંજ સુધીમાં બહુમત પરીક્ષણ થવાનું છે. આમ તો ફલોર ટેસ્ટ પહેલાં જ દિગ્વિજય સિંહ એ કહી ચૂકયા છે કે કોંગ્રેસની પાસે સંખ્યા ઓછી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post