• Home
  • News
  • મુંબઈમાં મહાભારત:ઘરે ગયા બાદ કંગનાની ગર્જનાઃ 'ઉદ્ધવ ઠાકરે! આજ મેરા ઘર ટૂટા હૈ, કલ તેરા ઘમંડ ટૂટેગા, જય મહારાષ્ટ્ર'
post

BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:16:19

શિવસૈનિકોના વિરોધ અને નારેબાજીની વચ્ચે કંગના સુરક્ષિત રીતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. એરપોર્ટ પર શિવસૈનિકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને નારેબાજી કરી હતી. કંગનાના સપોર્ટમાં કરણી સેના આવી હતી. કંગનાની સુરક્ષામાં મુંબઈ પોલીસે ફિલ્ડ માર્શલ, CISF તથા મુંબઈ પોલીસના 24થી વધુ જવાન છે. કંગનાની સાથે તેની બહેન પણ છે. એરપોર્ટ પર કંગનાની વિરુદ્ધમાં તથા સમર્થનમાં નારેબાજી થઈ રહી છે.

વીડિયો બાદ કંગનાએ એક પછી એક ટ્વીટ ત્રણ ટ્વીટ કરી
કંગનાએ પહેલી ટ્વીટમાં કહ્યું હતું, 'મારી ઓફિસ 24 કલાકની અંદર ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવી. તેઓ ઓફિસની અંદરનું ફર્નીચર, લાઈટ્સ સહિતનો સામાન તોડી નાખ્યો. હવે તેઓ મને મારા ઘરને તોડવાની ધમકી આપી રહ્યા છે. મને આનંદ છે કે મૂવી માફિયાના વિશ્વના બેસ્ટ મુખ્યમંત્રી અંગે મારો ચુકાદો સાચો હતો.'

અન્ય એક ટ્વીટમાં કંગનાએ કહ્યું હતું, 'ઉદ્ધવ ઠાકરે અને કરન જોહર ગેંગે પહેલા મારી ઓફિસ તોડી હવે તેઓ મારું ઘર તોડશે અને પછી મારો ચહેરો અને મને. હું ઈચ્છું છું કે વિશ્વ જુઓ કે તમે ગમે તે કરો, હું જીવું કે મરું પરંતુ હું હસતા ચહેરે તમને ખુલ્લા પાડીને રહીશ.'

કંગનાએ કહ્યું હતું, 'આજે તેમણે મારી ઓફિસ તોડી, કાલે તમારી તોડશે. સરકાર તો આવે ને જાય, જ્યારે તમે અવાજને હિંસક રીતે દબાવશો તો તે સમાન્ય બની જશે. આજે એક વ્યક્તિનું ઘર સળગ્યું છે, કાલે હજારો લોકોના જોહર થશે. જાગો અત્યારે.'

ઘરે આવ્યા બાદ કંગનાએ વીડિયો પોસ્ટ કર્યો
'
ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ, તુને ફિલ્મ માફિયા કે સાથ મિલ કે મેરા ઘર તોડ કે મુજ સે બહોત બડા બદલા લિયા હૈ, આજ મેરા ઘર ટૂટા હૈં, કલ તેરા ઘમંડ 'ટૂટેગા, યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના, હંમેશાં એક જૈસા નહીં રહેતા, મુજે લગતા હૈ તુને મુજ પર બહોત બડા એહસાન કિયા હૈ, મુજે પતા તો થા કિ કશ્મીરી પંડિતો પર ક્યા બીતી હોગી, આજ મૈંને મહેસૂસ કિયા હૈ, આજ મૈં દેશ કો વચન દેતી હૂં કિ સિર્ફ અયોધ્યા પર નહીં, કશ્મીર પર ભી એક ફિલ્મ બનાઉંગી, ઔર અપને દેશવાસીઓં કો જગાઉંગી, ક્યૂં કિ મુજે પતા થા કિ હમારે સાથ હોગા તો હોગા, લેકિન મેરે સાથ હુઆ હૈ, ઉસકા કોઈ મતલબ હૈ, ઉસકે કોઈ માયને હૈ, ઔર ઉદ્ધવ ઠાકરે, યે જો ક્રૂરતા ઔર યે જો આતંક હૈ, અચ્છા હુઆ જો યે મેરે સાથ હુઆ, ક્યૂં કિ ઈસકે કુછ માયને હૈ, જય હિંદ, જય મહારાષ્ટ્ર.'


આ પહેલા કંગનાની ઓફિસ તોડી પડાઈ હતી
BMC
એ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી હતી. BMCની એક ટીમ તેની ઓફિસ પહોંચી હતી. ટીમે 10.30થી 12.40 સુધી ઓફિસમાં કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ પર સ્ટે મૂક્યો હતો. આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે આ કેસની બીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. કંગનાની આ ઓફિસ બાંદ્રાના પાલી હિલમાં છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયો છે.

BMCએ કાર્યવાહી પર શું કહ્યું?
BMC
એ કહ્યું, 'નોટિસ મળ્યા બાદ પણ કંગનાએ ઓફિસમાં કામ ચાલુ રાખ્યું હતું. આથી જ નોટિસ પ્રમાણે, તાત્કાલિક તોડફોડ શરૂ કરવામાં આવી હતી. આ માટે તમે (કંગના) જાતે જ જવાબદાર છો. આ કામ તમારા ખર્ચે કરવામાં આવી રહ્યું છે.'

શરદ પવારે કહ્યું, કાર્યવાહી બિનજરૂરી હતી
આ દરમિયાન શરદ પવારે આ કાર્યવાહીને લઈને કહ્યું હતું, 'મુંબઈમાં ઘણા ગેરકાયદેસર બાંધકામ છે અને આ કાર્યવાહી બિન જરૂરી હતી. BMCએ આ નિર્ણય કેમ લીધો તે જોવાનું રહેશે. આ કાર્યવાહીથી કંગનાને બોલવાની તક મળી ગઈ છે.'

શિવસેનાએ કહ્યું, બદલાની ભાવનાથી કાર્યવાહી કરી નથી
શિવેસના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું, 'અમે બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરી નથી. શિવસેના ક્યારેય બદલાની ભાવનાથી કાર્યવાહી કરતી નથી. કંગનાએ મુંબઈ અંગે ખોટી વાત કહી હતી. શિવસેના ક્યારેય ખોટી વાત કરતું નથી.' તો બીજી બાજુ આશીષ શેલારે BMCની કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ ટાઉન પ્લાનિંગને કારણે કરવામાં આવેલી કાર્યવાહી નથી. તેઓ આનો વિરોધ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post