• Home
  • News
  • કંગનાની પાસે 96 કરોડથી પણ વધુ સંપત્તિ:કંગના બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર લાગેલા છે
post

કંગના 96 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલકિન, ક્યારેક એક બેડરૂમના ફ્લેટમાં રહેતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-19 17:33:22

મુંબઈને PoK કહેનાર તથા ડ્રગ્સ કેસમાં બોલિવૂડને બદનામ કરનાર કંગના રનૌત છેલ્લાં કેટલાંક મહિનાથી સતત વિવાદમાં છે. હાલમાં તે મનાલીમાં છે. જોકે, તે મનાલીથી મુંબઈ પરત ફરશે તે નક્કી છે. મુંબઈ તેની કર્મભૂમિ છે. તેની ચાર ફિલ્મ 'તેજસ', 'ધાકડ', 'થલાઈવી' તથા 'ઈમલી'નું શૂટિંગ બાકી છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના મતે, કંગનાની દરેક ફિલ્મનું એવરેજ બજેટ (કંગનાની ફી, મેકિંગ, માર્કેટિંગ-પ્રમોશન સહિત) 60-70 કરોડ રૂપિયા હોય છે. હાલમાં કંગનાના પર 250-300 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.

વિવાદોની શું અસર થઈ શકે છે?
શિવસેનાના સાથે ઝઘડ્યા બાદ કંગનાનો મહારાષ્ટ્રમાં વિરોધ થઈ શકે છે. જોકે, બોલિવૂડને વિવાદથી બહુ ખાસ અસર થશે નહીં. અતુલ મોહને કહ્યું હતું, 'કંગનાને પહેલેથી જ ખબર છે કે તેને મોટા પ્રોડક્શન હાઉસ કામ આપશએ નહીં. આથી જ તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. આ ઉપરાંત તે લોકો તેની સાથે કામ કરી રહ્યા છે, તેઓ નોન સ્ટૂડિયો અથવા નોન બિગ ફિલ્મમેકર છે. તે બધું જ પોતાના દમ પર કરવા ઈચ્છે છે. તે કોઈના પર નિર્ભર નથી.'

 

કંગનાની સંપત્તિ કેટલી છે?
કંગનાની કુલ સંપત્તિની વાત કરીએ તો 96 કરોડથી વધુ છે, જેમાં ત્રણ ઘર તથા બે કાર સામેલ છે. તેન કમાણી મોટાભાગે ફિલ્મ તથા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી થાય છે.

કંગના બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે
કંગના બોલિવૂડની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના મતે, કંગના એક ફિલ્મ માટે સામાન્ય રીતે 17-18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અપકમિંગ ફિલ્મ 'ધાકડ' માટે તેણે 21 કરોડ રૂપિયા લીધા છે. જ્યારે જયલલિતાની બાયોપિક 'થલાઈવી' માટે પણ 21-22 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. કંગના બાદ દીપિકા બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. તે એક ફિલ્મ માટે 11-12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બ્રાન્ડ ઍન્ડોર્સમૅન્ટ માટે 3-8 કરોડ રૂપિયા
અતુલ મોહનના મતે મોટા સ્ટાર્સને બ્રાન્ડ ઍન્ડોર્સમૅન્ટ માટે વર્ષે 3-8 કરોડ રૂપિયા મળે છે. કંગના બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. તે અન્ય એક્ટ્રેસિસની તુલનાએ વધુ ચાર્જ કરે છે. 2019-20ના રિપોર્ટ પ્રમાણે, કંગના આદિત્ય બિરલા ગ્રુપની લીવા, સિગ્નેચર માસ્ટરપીસ ડિઆગો, ઈમામી બોરોપ્લસ, ખાદીમ તથા ફેશન ડિઝાઈનર અનિતા ડોગરેની ગ્લોબલ દેસીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

કંગના પાસે ત્રણ ઘર છે

કંગનાએ માર્ચ 2013માં ખાર વેસ્ટની આર્કિટ બ્રીજ નામની બિલ્ડિંગમાં ત્રણ ખરીદ્યા હતા. ફ્લેટ નંબર 501, 502 તથા 503 અને એરિયા ક્રમશઃ 797, 711 તથા 459 સ્કેવરફીટ છે. કંગનાના આ ત્રણેય ફ્લેટની કિંમત ક્રમશઃ 5.5 કરોડ, 5.25 કરોડ તથા 3.25 કરોડ છે. ત્રણેય ફ્લેટની કુલ કિંમત 14 કરોડ રૂપિયા છે. કંગનાએ આ ફ્લેટ હેરિટેજ એનબિલ્ડ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યા હતા. હેરિટેજે 2011માં આ પ્રોપર્ટી નિહાર કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદી હતી.

કંગનાએ 2017માં પાલી હિલ સ્થિત પર ત્રણ માળની બિલ્ડિંગ ખરીદી હતી. આ માટે કંગનાએ 20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ બિલ્ડિંગને કંગનાએ ઓફિસ તથા સ્ટૂડિયોમાં ડેવલપ કરાવ્યો હતો. આ બંગલાનું નામ મણિકર્ણિકા છે. આની પાછળ કુલ 48 કરોડનો ખર્ચ થયો છે. BMCએ આ જ બંગલામાં તોડફોડ કરી હતી.

કંગનાએ મનાલીમાં 30 કરોડના ખર્ચે આઠ બેડરૂમનો બંગલો બનાવ્યો છે. આ બંગલો કંગનાએ 10 કરોડમાં ખરીદ્યો હતો અને રિનોવેશન પાછળ 20 કરોડ ખર્ચ કર્યા હતા. 2018ની શરૂઆતમાં કંગનાએ આ બંગલો ખરીદ્યો હતો.

કંગનાની બે કાર

કંગનાએ માત્ર 21 વર્ષની ઉંમરમાં પોતાની પહેલી કાર BMW 7 સીરિઝ ખરીદી હતી. હાલની તારીખમાં આ કારની કિંમત 1.35થી 2.44 કરોડની વચ્ચે છે. જોકે, 2008માં આ કારની કિંમત થોડી ઓછી હશે.

કંગનાએ બીજી કાર 2019માં 'જજમેન્ટલ હૈ ક્યા'ની રિલીઝ બાદ ખરીદી હતી. આ કાર કંગનાએ મનાલી સ્થિત ઘર માટે ખરીદી છે. મર્સિડિઝ બેન્ઝ GLE ક્લાસ SUVની કિંમત 73.7 લાખથી 1.25 કરોડ રૂપિયાની વચ્ચે છે.

adv

Related News

post
post
post
post
post
post
post