• Home
  • News
  • કૉફી વીથ કરણ સિઝન 8 લઇને કમબેક કરી રહ્યો છે કરણ જોહર, ફની વીડિયો કર્યો શેર
post

આ વખતે શોમાં મનોરંજન જગત સિવાય અન્ય ઈન્ડસ્ટ્રીના ચમકતા સ્ટાર્સને પણ શોમાં આમંત્રિત કરી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 19:22:07

કરણ જોહરનો ચેટ શો 'કોફી વિથ કરણ' હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. આ શોના દરેક એપિસોડમાં નવા નવા સ્ટાર્સ આવતા રહે છે. જ્યાં આ શો દ્વારા ચાહકોને તેમના ફેવરિટ સ્ટાર્સના અંગત જીવન સાથે જોડાયેલી ખાસ માહિતી મળે છે. આ શોમાં ઘણા સેલેબ્સ પોતાના વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવતા હોય છે. 

કરણના ચેટ શોએ સાત સફળ સીઝન પૂર્ણ કરી છે. તો હવે આ શો ને લઇને એક અપડેટ સામે આવી છે.  ચાહકોનો ઉત્સાહ વધારતા, કરણ જોહર આ શોની 8મી સિઝનની જાહેરાત કરી દીધી છે. 


પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને શોના હોસ્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. આ સાથે 'કોફી વિથ કરણ 8'ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

આ ક્લિપમાં તે 'કોફી વિથ કરણ 8'ની જાહેરાત કરતો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં, આઠમી સીઝન 26 ઓક્ટોબરથી OTT પ્લેટફોર્મ Disney+ Hotstar પર પ્રસારિત કરવામાં આવશે.

'કોફી વિથ કરણ 8'ના ટીઝરમાં કરણ જોહર સંકેત આપતા જોવા મળી રહ્યા છે કે આ વખતે શોમાં કંઈક અલગ જ હશે. આઠમી સિઝનમાં એરપોર્ટ લુક, લગ્ન, સોશિયલ મીડિયા અને નેપોટિઝમ સિવાયના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ કરણે સેગમેન્ટ રેપિડ ફાયરને લઈને પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વખતે આ રાઉન્ડ પહેલા કરતા વધુ વિસ્ફોટક હશે.

આ વખતે શોમાં મનોરંજન જગત સિવાય અન્ય ઈન્ડસ્ટ્રીના ચમકતા સ્ટાર્સને પણ શોમાં આમંત્રિત કરી શકે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post