• Home
  • News
  • કર્ણાટકમાં ફરી શરૂ થયું ‘નાટક’! યેદિયુરપ્પાની ખુરશી સંકટમાં? રાત્રે પાંચ મંત્રીઓ વચ્ચે બેઠક
post

ગત મોડી રાત્રે બેંગ્લુરુમાં લગભગ પાંચ મંત્રીઓ વચ્ચે આ મામલે બેઠક થઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:45:14

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશના અલગ-અલગ રાજ્યોમાં રાજનૈતિક હલચલ સતતા ચાલુ છે. કર્ણાટકમાં ભારતી જનતા પાર્ટીની સરકાર સામે વધુ એક વાર સંકટ સર્જાયું છે. રાજ્યમાં થોડા દિવસોથી એ ચર્ચાઓ ચાલી રહી છે કે યેદિયુરપ્પાની મુખ્યમંત્રી પદેથી વિદાઈ થઈ શકે છે. જો કે, ભાજપે આ વાતોનું ખંડન કરી દીધું છે. ગત મોડી રાત્રે બેંગ્લુરુમાં લગભગ પાંચ મંત્રીઓ વચ્ચે આ મામલે બેઠક થઈ હતી.


કર્ણાટક સરકારમાં મંત્રી સુધાકરના ઘર પર થયેલી આ બેઠકમાં પાચં અન્ય મંત્રી પણ સામેલ થયા હતા. અહીં જો યેદિયુરપ્પાની વિદાય જેવી સ્થિતિ બને છે તો તે બાદની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુધાકરની સાથે બીએસ પાટિલ, આનંદ સિંહ, સોમશેખર, નાગેશ પણ સામેલ રહ્યા. જણાવી દઈએ કે સિદ્ધારમૈયાની સરકાર તૂટ્યા બાદ આ તમામ ધારાસભ્યો યેદિયુરપ્પાના ભરોસે જ ભાજપની સાથે આવ્યા હતા અને બાદમાં તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું હતું.


હવે જો યેદિયુરપ્પાની સીએમ પદેથી વિદાય થશે તો, તેમના ભવિષ્ય ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ શકે છે. તેવામાં આ બેઠકમાં આગળની રણનીતિ અંગે મંથન કરવામાં આવ્યું હતું. જો કે આ મામલે ભાજપે આ તમામ અટકળોનું ખંડન કર્યું હતું. સાથે ચર્ચા એ છે કે ડિસેમ્બર સુધી યેદિયુરપ્પાને સીએમની ખુરશી પરથી હટાવી શકે છે. આ ઉપરાંત તેમની વધતી ઉંમર અને અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ યેદિયુરપ્પાથી નારાજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post