• Home
  • News
  • કર્ણાટક : 'અમે માત્ર સરકાર સંભાળી રહ્યા છીએ'... મંત્રીનુ કોલ રેકોર્ડિંગ લીક
post

આ સમગ્ર ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતા બાગાયત મંત્રી મુનિરત્નાએ કહ્યુ હતુ કે મંત્રી મધુસ્વામીએ આ પ્રકારનુ નિવેદન આપતા પહેલા તત્કાલ મંત્રાલયમાંથી રાજીનામુ આપી દેવુ જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:31:11

બેંગાલુરુ: કર્ણાટકના કાયદા મંત્રી જે સી મધુસ્વામીનુ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેઓ એ કહેતા સંભળાઈ રહ્યા છે કે 'અમે સરકાર ચલાવી રહ્યા નથી, અમે બસ તેને સંભાળી રહ્યા છીએ'. મંત્રી જે સી મધુસ્વામીની આ ટિપ્પણીના કારણે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આજે આ ટિપ્પણીની પુષ્ટિ કરી પરંતુ એ પણ કહ્યુ કે આને ખોટા અર્થમાં લેવામાં આવી છે. 'બધુ બરાબર છે, કંઈ તકલીફ નથી.

જે સી મધુસ્વામી અને ચન્નાપટનાના સામાજિક કાર્યકર્તા ભાસ્કર વચ્ચે ફોન પર થયેલી વાતચીત શનિવારે સામે આવી હતી. જે સી મધુસ્વામીને ખેડૂતો સંબંધિત વીએસએસએન બેન્ક વિરુદ્ધ ભાસ્કરની ફરિયાદોના જવાબમાં કહેતા સાંભળવામાં આવ્યા કે, અમે અહીં સરકાર ચલાવી રહ્યા નથી, અમે માત્ર કોઈ રીતે સંભાળી રહ્યા છીએ અને આગામી 7-8 મહિના સુધી ગમે તેમ કરીને ખેંચવુ પડશે.

આ સમગ્ર ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતા બાગાયત મંત્રી મુનિરત્નાએ કહ્યુ હતુ કે મંત્રી મધુસ્વામીએ આ પ્રકારનુ નિવેદન આપતા પહેલા તત્કાલ મંત્રાલયમાંથી રાજીનામુ આપી દેવુ જોઈએ. તેઓ સરકારનો ભાગ છે મંત્રીમંડળમાં દરેક વિષય પર ભાગ લઈ રહ્યા છે, તેથી તેમની પણ આમાં ભાગીદારી છે. જવાબદાર પદ પર રહેતા આ પ્રકારના નિવેદન આપવા અયોગ્ય છે. આ તેમની વરિષ્ઠતા માટે શોભનીય નથી. સહકાર મંત્રી એસ ટી સોમશેખરે પણ જે સી મધુસ્વામી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જો આ તેમના વિચાર છે તો આ ખોટુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post