• Home
  • News
  • દેશના સૌથી સુંદર રેલવેનો રિપોર્ટ:છેલ્લા એક વર્ષથી બંધ છે કાશ્મીરની ટ્રેનો, દરરોજ 3 લાખ રૂપિયાનું નુકસાન; રેલવેમાં કામ કરનારાઓને ઘરે બેઠા 8 મહિનામાં 150 કરોડ રૂપિયા પગાર મળ્યો
post

જમ્મુ કાશ્મીરના પ્રશાસને પણ હજારથી વધુ રેલવેકર્મીઓને દર મહિને 24 કરોડ રૂપિયા પગાર રૂપે આપવા પડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:08:27

કાશ્મીર ઘાટીમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 2017માં એ વખતે રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે અહીંયા વિસ્ટાડોમકોચ ચલાવાશે. ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, કોચ તો દૂરની વાત છે, કાશ્મીરમાં રેલવ સેવાઓ છેલ્લા એક વર્ષમાં 8 મહિનાથી વધુ સમય સુધી બંધ રહી અને હાલ પણ ઠપ છે.

આનાથી રેલવે વિભાગને કરોડો રૂપિયાની રેવન્યૂનું નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ રેલવે અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને 3800થી વધુ રેલવે કર્મચારીઓને દર મહિને કરોડો રૂપિયા પગાર રૂપે આપવા પડે છે.

ઘાટીમાં જે રેલવે સેવાઓ ચાલી રહી છે, તે જમ્મુથી કાશ્મીર વચ્ચે રેલવે સેવાઓનો ત્રીજો અને છેલ્લો તબક્કો છે. પહેલો જમ્મુ-ઉધમપુર છે, બીજો ઉધમપુર-બનિહાલ(જે હજુ સુધી શરૂ થયો નથી) અને ત્રીજો બનિહાલ-બારામૂલા , જે આંશિક રીતે 2008માં શરૂ થયો હતો અને હાલ પણ ચાલું છે. બનિહાલ-બારામૂલા રેલવે લાઈન કુલ 135 કિમીની છે. કાશ્મીરમાં 19 સ્ટેશન છે, જેમાં 9 દક્ષિણ કાશ્મીરમાં બનિહાલ અને શ્રીનગર વચ્ચે છે.

દક્ષિણ કાશ્મીરમાં ક્યારેક દેખાવો તો ક્યારેક એન્કાઉન્ટરના લીધે ઘણા એવા દિવસો હતા જ્યારે બનિહાલ અને શ્રીનગર વચ્ચેની રેલવે સર્વિસ અટકાવી દેવાતી હતી.

એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે, ગત વર્ષે 4 ઓગસ્ટે અનુચ્છેદ 370 હટાવાયાના એક દિવસ પહેલા જ્યારે અહીંયા કર્ફ્યૂ લાગ્યું, તો તંત્રએ રેલવે સેવાઓ બંધ કરી દીધી. અને હાલ કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરાયું તો માત્ર દક્ષિણ કાશ્મીરમાં જ નહીં, પણ આખા કાશ્મીરમાં જ રેલવે સેવા બંધ કરી દેવાઈ હતી.

રેલવે અધિકારીએ કહ્યું કે, ગત વર્ષે 11 નવેમ્બરે રેલવે સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી હતી. ત્યારપછી 4 મહિના સુધી કોઈ પણ પ્રતિબંધ વગર ટ્રેન ચાલુ રહી, પરંતુ આ વર્ષે 20 માર્ચે કાશ્મીર ઘાટીમાં કોરોના ન ફેલાય એટલા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને પછી ફરીથી રેલવે સેવા બંધ થઈ ગઈ.

ત્યારથી માંડી અત્યાર સુધી અમે બેસી રહ્યા છીએ, ઓફિસમાં ગપ્પા મારીએ છીએ અને સાંજે ઘરે પાછા જતા રહીએ છીએ. રેલવે અધિકારીએ જણાવ્યું કે, એક દિવસ ટ્રેન બંધ રહે તો રેલવે વિભાગને લગભગ 3 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.

ઉનાળામાં રેવન્યુ 3 લાખથી વધારે થાય છે. કુલ મળીને માત્ર રેવન્યૂની વાત કરીએ તો અત્યાર સુધી 8 મહિનામાં 7.2 કરોડનું નુકસાન વિભાગને થયું છે. આ નુકસાન વિભાગને ઉનાળામાં 26 ટ્રેન અને શિયાળામાં 24 ટ્રેન ન ચલાવવાના કારણે થયું છે. આ પહેલાં વર્ષ 2016માં ટ્રેન સેવા અંદાજે 4 મહિના બંધ રહી હતી, ત્યારપછી 2017માં 56 દિવસ અને 2018માં 40 દિવસ ટ્રેન સેવા બંધ રહી હતી.

આ સિવાય એ નુકસાન પણ છે જે રેલવેને દર મહિને ચૂકવવું પડે છે પગાર સ્વરૂપે. કાશ્મીર ખીણમાં રેલવેના 2800 કર્મચારી છે. તેમાં 25 લોકો એવા છે જે દર મહિને 1.5 લાખ પગાર લે છે. 1800 એવા કર્મચારી છે જે મહિને 80 હજાર અને 600 એવા કર્મચારી છે જે મહિને 30 હજારનો સેલરી લે છે. કુલ 126 કરોડ રૂપિયા થાય જે વિભાગે અહીં સેલરી માટે ખર્ચ કરવા પડે છે.

 

આ કર્મચારીઓ સિવાય 1,000 લોકો એવા છે જે અહીંના સ્થાનિક છે અને તેમને વિભાગમાં નોકરી એટલા માટે આપવામાં આવી કારણકે જ્યારે અહીં રેલવે ટ્રેક બન્યો ત્યારે તેમની જમીન લેવામાં આવી હતી. આ લોકોની સેલરી જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લોકો મહિને રૂ. 30,000 સેલરી તરીકે લે છે. આ હિસાબ પ્રમાણે તેમના મહિનાના 3 કરોડ થાય છે અને છેલ્લા 8 મહિનામાં તેમને રૂય 24 કરોડ ચૂકવવામાં આવ્યા છે. હવે આ સિવાય મેઈન્ટેનન્સનો ખર્ચ પણ કરોડો રૂપિયાનો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 2017-18માં વિરોધ-પ્રદર્શનોના કારણે રેલવે લાઈન્સમાંથી 1.5 લાખ ઈલાસ્ટિક રેલ ક્લિટ્સ (ઈઆરસી) નીકળાવમાં આવી હતી. જે એક 55 રૂપિયાની આવે છે. આ નાનકડી વસ્તુ માટે પણ રેલવેએ રૂ. 82 લાખનો ખર્ચ કર્યો છે. જો 2016, 2017 અને 2018માં વિરોધ-પ્રદર્શન સમયે રેલવેને થયેલા નુકસાનનો હિસાબ કરવામાં આવે તો તે પણ કરોડો રૂપિયાનો થવાની શક્યતા છે. જોકે હાલ વિરોધ-પ્રદર્શન નથી થઈ રહ્યા તેમ છતાં નુકસાન થઈ રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ આ સેવા ચાલુ થવાની શક્યતાઓ દેખાતી નથી. બીજી બાજુ કાશ્મીરમાં પણ પર્યટન લગભગ બંધ છે અને વિસ્ટાડોમ જેવી વસ્તુઓ કાશ્મીરમાં રેલવે વિભાગની રેવન્યૂ વધારી શકે છે, પરંતુ હાલ તેને પણ શરૂ કરવાનો કોઈ અર્થ દેખાતો નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post