• Home
  • News
  • કેટ-વિકીની મહેંદી-સંગીત સેરેમની:કેટરીનાએ વિકી કૌશલના નામની મહેંદી મૂકી, પંજાબી-રાજસ્થાની સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો
post

કેટરીનાએ સંગીત સેરેમનીમાં પૂર્વ પ્રેમી રણબીર કપૂરના ગીતો વગાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-08 10:17:11

રાજસ્થાન: વિકી-કેટરીનાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે (7 ડિસેમ્બર) વિકી તથા કેટની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. કેટરીનાના હાથમાં સોજતથી આવેલી મહેંદી મૂકવામાં આવી હતી. વેપારીએ કેટરીના પાસેથી મહેંદીના પૈસા લીધા નહોતા.

એક કલાક સુધી મહેંદી સેરેમની ચાલી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટરીના તથા વિકી કૌશલના પરિવારે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. આ સેરેમની અંદાજે એકથી દોઢ કલાક ચાલી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની યોજાઈ હતી.

ખરબૂજા મહેલમાં સંગીત સેરેમની
આખા મહેલને લાઇટથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. સંગીત સેરેમની ખરબૂજા મહેલની નીચે બનેલી લોનમાં થઈ હતી. અહીંયા ખડક પર પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. લોનને ઓપન થિયેટરની જેમ તૈયાર કરવામાં આવી છે. સેરેમનીમાં પંજાબી તથા રાજસ્થાની ગીત પર પર્ફોમન્સ કરવામાં આવ્યા હતા. વિકી તથા કેટરીનાએ હિંદી, પંજાબી તથા રાજસ્થાની ગીતો પર પર્ફોમન્સ કર્યું હતું. કેટરીના કૈફ-વિકી કૌશલની સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. કેટરીનાએ સંગીત સેરેમનીમાં પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરના એક પણ સોંગ્સ પ્લે કરવાની ના પાડી દીધી હતી.

આ ગીતો પર પર્ફોર્મન્સ આપ્યું હતું

·         સ્વેગ સે સ્વાગત (ટાઇગર જિંદા હૈ)

·         દિલ દિયા ગલ્લાં (ટાઇગર જિંદા હૈ)

·         તેરી ઔર (સિંઘ ઇઝ કિંગ)

·         તુને જો ના કહા (ન્યૂયોર્ક)

·         નચદે ને સારે રલ મિલ કે (બાર બાર દેખો)

·         કાલા ચશ્મા (બાર બાર દેખો)

ગુરદાસ માન-જાવેદ અલીએ પર્ફોર્મ કર્યું
સંગીત સેરેમનીમાં ગુરદાસ માન તથા જાવેદ અલીએ પણ પર્ફોર્મ પણ કર્યું હતું. કબીર ખાન તથા મિની માથુરે પણ ડાન્સ કર્યો હતો. પરિવારે પણ આ ખુશીના પ્રસંગે ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

ઇવેન્ટ કંપનીએ વિનંતી કરી
વિકી-કેટના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ઇવેન્ટ કંપનીએ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. આ હેમ્પરમાં એક લેટર પણ હતો. આ લેટર સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે તમે મોબાઇલ ફોન રૂમમાં રાખો અને લગ્નના કોઈ પણ પ્રોગ્રામની તસવીર ના લો અને તેને સો.મીડિયામાં શૅર ના કરો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post