• Home
  • News
  • કેરળમાં રિક્ષા-ડ્રાઇવરને લાગી 25 કરોડની લોટરી:ઓણમ બમ્પર લોટરીમાં પ્રથમ ઇનામ જીત્યું, ટેક્સ બાદ કરતાં મળશે 15.75 કરોડ રૂપિયા
post

રિક્ષા-ડ્રાઈવર શેફ બનવા માટે મલેશિયા જવાનો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-19 19:04:42

કેરળમાં એક રિક્ષા-ડ્રાઈવરનું નસીબ ચમક્યું છે. ઓણમ બમ્પર લોટરીમાં તેને 25 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. તિરુવનંતપુરમના શ્રીવહમના રહેવાસી અનુપે શનિવારે રાત્રે આ લોટરીની ટિકિટ ખરીદી હતી, જેનું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું. ટેક્સ બાદ કરતાં અનુપને 15.75 કરોડ રૂપિયા મળશે.

રિક્ષા-ડ્રાઈવર શેફ બનવા માટે મલેશિયા જવાનો હતો

30 વર્ષીય અનુપ રિક્ષા ચલાવતા પહેલાં એક હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો. ફરીવાર શેફ તરીકે કામ કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. મલેશિયા જવા માટે તેની બેંક લોન પણ મંજૂર થઈ ગઈ હતી. આ પછી પણ તેણે 500 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી, જેના પર તેની બમ્પર લોટરી નીકળી.

કેરળમાં લોટરીના ઈતિહાસનું સૌથી મોટું ઈનામ
આ વર્ષનું બમ્પર ઈનામ કેરળમાં લોટરીના ઈતિહાસનું સૌથી મોટું ઈનામ છે. પ્રથમ ઈનામમાં 25 કરોડ, બીજામાં 5 કરોડ અને ત્રીજા ઈનામ તરીકે 10 લોકોને 1-1 કરોડ આપવામાં આવ્યા હતા. ટિકિટ વેચનાર એજન્ટને લોટરી ઈનામમાંથી કમિશન પણ આપવામાં આવશે. આ વર્ષે કેરળમાં 67 લાખ ઓણમ બમ્પર લોટરીની ટિકિટ પ્રિન્ટ થઈ હતી, જેમાંથી લગભગ બધી જ ટિકિટ વેચાઈ ગઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post