• Home
  • News
  • ખડગેનો દાવો- 2024માં કોંગ્રેસની સરકાર:ભલે 100 મોદી, 100 શાહ આવી જાય, કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભાજપને પછાડશે
post

આઝાદી માટે લડી રહેલા ગાંધીને પણ આ લોકોએ મારી નાંખ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:14:59

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે 2024 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે. નાગાલેન્ડમાં એક રેલીમાં સંબોધન કરતા ખડગેએ આ નિવેદન આપ્યું હતું. ખડગેએ જણાવ્યું હતું કે ભલે 100 મોદી અને 100 શાહ આવી જાય, પરંતુ દેશમાં સરકાર તો કોંગ્રેસની જ બનશે.

ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભાજપને હટાવી દેશે. અમે આ બાબતે અન્ય પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છીએ, નહીંતર દેશમાંથી લાકશાહી અને બંધારણ ખતમ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઓટોક્રેકની જેમ કામ કરી રહ્યા છે.

મોદી-ભાજપ બાબતે ખડગેએ 4 વાતો જણાવી...

1. લોકોએ મોદીને ચૂંટ્યા, 2024માં લોકો જ મોદીને પાઠ ભણાવશે
ખડગેએ જણાવ્યું હતું કે મોદી હંમેશાં કહે છે કે તેઓ એકલા જ માણસ છે, જેઓ દેશનો સામનો કરી રહ્યા છે. આ દેશમાં કોઈ બીજી વ્યક્તિ તેમને સ્પર્શ પણ કરી શકે તેમ નથી. ખડગેએ કહ્યું, લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ આવું ન કહી શકે. તમારે તે યાદ રાખવું જાઈએ કે તમે લોકશાહીમાં છો. તમે સરમુખત્યાર નથી. લોકોએ તમને ચૂંટેયા છે અને તમને ચૂંટનારા લોકો જ 2024માં તમને પાઠ ભણાવશે.

2. અમે બંધારણ અને લોકશાહી સાથે ચાલીશું
ખડગેએ કહ્યું, 'કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે. અમે અન્ય પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ. અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ, તેમની સાથે અમારા વિચારો શેર કરીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ કે 2024ની ચૂંટણી કેવી રીતે જીતવી. હવે ભાજપ બહુમતીમાં નહીં આવે. બીજું અમે પક્ષોને સાથે લાવીને કોંગ્રેસના નેતૃત્વમાં બહુમતી મેળવીશું. અમે બંધારણ અને લોકશાહી સાથે ચાલીશું.

3. કોંગ્રેસના લોકોએ આઝાદી માટે જીવ હોમી દીધા હતા, ભાજપે નહીં
ખડગેએ કહ્યું, '100 મોદી અને 100 શાહ ભલે આવી જાય, આ હિન્દુસ્તાન અમારું છે. અમારા લોકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધુ હતું. ભાજપના લોકોએ નહીં. મને જણાવો કે ભાજપનો એક પણ માણસ, જે આઝાદી માટે લડ્યો હોય, જેલમાં ગયો હોય.

4.આઝાદી માટે લડી રહેલા ગાંધીને પણ આ લોકોએ મારી નાંખ્યા હતા
ખડગેએ કહ્યું, જે માણસ આઝાદી માટે લડી રહ્યા હતા...મહાત્મા ગાંધી, તેમને પણ આ લોકોએ મારી નાંખ્યા હતા. આ લોકો દેશભક્તિની વાતો કરી રહ્યા છે. આ લોકો અમને શીખવી રહ્યા છે. દેશની એકતા માટે ઈંદિરાજીએ, રાજીવ ગાંધીએ પોતાનું જીવન દેશસેવામાં હોમી દીધું હતું. ભાજપમાંથી કોઈપણ વ્યક્તિએ પણ પોતાના પ્રાણ આપ્યા નથી. તેમને લાગે છે કે 2014માં જ આઝાદી મળી છે, તે લોકોને 1947 યાદ પણ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post