• Home
  • News
  • ખાખી બદનામ ! અમદાવાદમાં સર્ચ વોરન્ટ વગર દરોડા પાડવા ગયેલા PSI, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
post

ખાખી બદનામ ! અમદાવાદમાં સર્ચ વોરન્ટ વગર દરોડા પાડવા ગયેલા PSI, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-26 16:19:35

અમદાવાદ: ફરી એક વખત ગુજરાત પોલીસના કેટલાક પોલીસ કર્મીઓની હરકતને કારણે ખાખી બદનામ થઇ છે, અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  (SOG)માં ફરજ બજાવતાં PSI બી.ડી.ભટ્ટ અને બે કોન્સ્ટેબલ ભરતભાઇ તથા યોગેશભાઇને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે, DCP હર્ષદ પટેલે ગેરકાયદેસર દરોડા મામલે આ કાર્યવાહી કરી છે, સસ્પેન્ડ કરેલા પોલોસકર્મીઓ 19



સપ્ટેમ્બરમાં રોજ રખિયાલમાં અનાજના વેપારીને ત્યા રેડ પાડી હતી, નાર્કોટિક્સની બાતમી હોવાની વાત કરીને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર તેમને આ દરોડા કર્યા હતા, તેમની પાસે કોઇ સર્ચ વોરંટ પણ ન હતુ, આ લોકો રૂપિયા પડાવવા ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જેને આધારે તેમની ઉપર કાર્યવાહી કરાઇ છે.



સસ્પેન્ડ પોલીસકર્મીઓએ વેપારીને હેરાન કર્યો હતો, જેથી વેપારીએ તેમને ધંધાના બધા બિલો પણ બતાવ્યાં હતા, એસઓજીને કોઇ લેવાદેવા ન હોવા છંતા અનાજના વેપારીને ત્યાં ગેરકાયદેસર રેડ કરવામાં આવી હતી, જેની સામે ઉચ્ચ પોલીસ અધિકારી કડક કાર્યવાહી કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post