• Home
  • News
  • આણંદમાં સિરિયલ કિલર ગેંગે ભુવેલની દીકરીને લૂંટી સામૂહિક બળાત્કાર કર્યા પછી ફાંસો આપીને હત્યા કરી હતી
post

ખંભાત તાલુકાના ભુવેલ ગામની ગુમ થયેલી 22 વર્ષીય યુવતીનો સવા મહિના બાદ ભેદ ઉકેલાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 11:45:28

આણંદ: ખંભાત તાલુકાના ભુવેલ ગામની ગુમ થયેલી 22 વર્ષીય યુવતીનો સવા મહિના બાદ ભેદ ઉકેલાયો છે. 6 ડિસેમ્બરે ઝડપાયેલી જલુંધ ગામની સિરિયલ કિલર ગેંગે જ આ યુવતીનું અપહરણ કરી લૂંટી હતી અને સામૂહિક બળાત્કાર કરી કરજણ પોલીસ મથકની હદમાં ક્રૂરતાપૂર્વક ફાંસો આપીને મોતને ઘાટ ઊતારી હતી. આ કિસ્સામાં ખંભાત ગ્રામ્ય પોલીસ કે કરજણ પોલીસની ગુનાહિત બેદરકારી છતી થઈ છે. કારણ કે, આ બંને પોલીસે ગુમ યુવતીની તપાસ કરવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. આ ગેંગે ગુનો કબૂલ્યો ન હોત તો આ ગુનાનો ભેદ ઉકેલી શકાયો ન હોત. 26 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધીના 38 દિવસમાં આ ગેંગે 4 મહિલાની લૂંટીને હત્યા કરી હતી, તેમાંથી 3 મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પહેલી ઘટનાને જ ગંભીરતાથી લીધી હોત તો કદાચ બાકીની 3 મહિલા આ ગેંગેની ક્રૂરતાનો ભોગ બની ન હતો.

ખંભાત તાલુકાના ભુવેલ ગામના નગીનભાઈ વિઠ્ઠલભાઈ પંચાલની મોટી પુત્રી તરુણા ઉર્ફે રચુ ખંભાતની કાડિયાકૅર હૉસ્પિટલમાં નોકરી કરતી હતી. 9 માસથી અપડાઉન તરુણા ડબલ ડ્યૂટી હોવાથી 26 ઓક્ટોબર, 2019એ સાંજે 6 વાગ્યે ઘરેથી નીકળી હતી. તરુણા ભુવેલ બસ સ્ટેશને ઊભી હતી ત્યારે 6-30 વાગ્યે દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજી ચાવડા (રહે. જલુંધ), સલીમ ઇસ્માઇલ પટેલ (રહે. કથારિયા) તથા વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડાએ ભુવેલ બસ સ્ટેશનથી તરુણાને રિક્ષામાં બેસાડીને જલુંધ ગામની સીમમાં લઈ ગયા હતા. તેની પાસેથી રૂ. 1500 અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. ત્યાર બાદ ત્રણેય નરાધમોએ તરુણા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને રિક્ષામાં બેસાડીને કરજણના નિશાળિયા ગામની સીમમાં લઈ ગયા હતા. ત્યાં તેને ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ તેનો મૃતદેહ છોડીને ભાગી ગયાની કબૂલાત કરી હતી.

તરુણા ખંભાતની હૉસ્પિટલમાં નોકરીએ જવા માટે ભુવેલ ગામેથી 26 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે નીકળી હતી. તેમ છતાં મોડી રાત સુધી હૉસ્પિટલ પહોંચી નહોતી. હૉસ્પિટલમાંથી મોડી રાત્રે ગામના સંદીપના ઘરે, તરુણાના પિતાને ફોન કરાવવા, હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. જાણ કરાતાં તરુણાના પિતા નગીનભાઈએ હૉસ્પિટલમાં ફોન કર્યો ત્યારે તરુણા હૉસ્પિટલ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સંગાસંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ પતો લાગ્યો નહોતો. આખરે 26 ઓક્ટોબરે ખંભાત રૂરલ પોલીસને જાણ કરાતાં પોલીસે જણાવોજોગ નોંધ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post