• Home
  • News
  • કિંગ ઓફ સાળંગપુર:દાદાના હાથમાં 27 ફૂટ લાંબી ગદા, 30 હજાર કિલો વજનની 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું થોડીવારમાં અનાવરણ
post

મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 18:17:12

બોટાદ: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે આજે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. કિંગ ઓફ હનુમાનજીની પ્રતિમાની વેદોક્ત પૂજાવિધિ પૂર્ણ થયા બાદ 10 મિનિટ સુધી હનુમાનજીના ભજન કિર્તન કરવામાં આવ્યા. આ દરમિયાન અનેક હરિભક્તો ભજન કિર્તનમાં લીન થયા હતા. હાલ સંતોના પ્રવચન ચાલી રહ્યા છે.

દાદાની વિરાટ પ્રતિમાના દર્શન થશે
સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે. અનાવરણ બાદ અહીં આવતા ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ શકશે. એટલું જ નહીં હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. તો આવતી કાલે એટલે કે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકશે.

આજે ઓસમાણ મીર અને નિર્મલદાન ગઢવીના કાર્યક્રમ
લોકાર્પણ પ્રસંગે અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ, ડોક્યુમેન્ટ્રીથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તો અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવી પણ પર્ફોર્મન્સ આપશે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં આજે લોકાર્પણ થનાર હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ પાર્ટને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું.

મૂર્તિની સામે 4 ગાર્ડન
મહત્વનું છે કે, મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. તો મૂર્તિનો બેઝ સ્ટેજ તરીકે ઉપયોગમાં લઈ શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મૂર્તિની ફરતે અહીં વિવિધ 10થી વધુ મ્યૂરલ પણ તૈયાર કરાયા છે. તો મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે.

'કિંગ ઓફ હનુમાન'ની વિશેષતાઓ

·         મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું

·         મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું

·         હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું

·         હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા

·         પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા

·         આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા

·         પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા

·         ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી

 

adv

Related News

post
post
post
post
post
post
post