• Home
  • News
  • અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી, ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં, હિતેશ બારોટને મળ્યું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ
post

પાલડી ટાગોર હોલમાં સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-10 10:22:09

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે. હાલમાં પાલડી ટાગોર હોલમાં તમામ કાઉન્સિલરોનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા

 

adv

Related News

post
post
post
post
post
post
post