• Home
  • News
  • કોહલી બન્યો વિરાટ : સદી ફટકારવામાં સચિનનો આ મોટો રેકોર્ડ તોડ્યો
post

વિરાટ કોહલીએ સચિનનો એક રેકોર્ડ તોડ્યો, જ્યારે અન્ય એક રેકોર્ડની બરોબરી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 19:28:23

ગુવાહાટી: ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કોહલી વિસ્ફોટ બેટીંગ જોવા મળી. ભારતી ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધની આજની મેચમાં સદી ફટકારતાં જ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે કોહલીએ આંતરાષ્ટ્રીય કારર્કિદીની 73મી સદી જ્યારે વન-ડે કારર્કિદીની 45મી સદી ફટકારી છે. કોહલી શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકા વિરૂદ્ધ સચિન તેડુંલકરે 8 સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલી 9મી સદી ફટકારી સચિનથી આગળ નિકળી ગયો છે. એટલું જ નહીં આ મેચમાં સદી ફટકારવાની સાથે વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પણ તોડ્યા છે.

વધુ એક રેકોર્ડની સચિનની બરાબરી કરી

શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય વનડે કારકિર્દીની 45મી સદી પૂરી કરી હતી. આ તેની 73મી આંતરરાષ્ટ્રીય સદી હતી. તેણે ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ ખતરામાં મૂક્યો છે. સચિન તેંડુલકરે હોમગ્રાઉન્ડ પર કુલ 20 વન-ડે સદી ફટકારી છે. તો આજે કોહલીએ પણ હોમગ્રાઉન્ડ પર 20મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હાલમાં કોહલી હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વન-ડે સદી ફટકારવા મુદ્દે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. અને તે પછી દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હાશિમ અમલાનો નંબર આવે છે, જેણે હોમગ્રાઉન્ડ પર 14 વન-ડે સદી ફટકારી હતી.

હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વનડે સદી

  • ભારતમાં 20 વિરાટ કોહલી (99 ઈનિંગ્સ)
  • ભારતમાં 20 સચિન તેંડુલકર (160 ઈનિંગ્સ)
  • દક્ષિણ આફ્રિકામાં 14 હાશિમ અમલા (69 ઈનિંગ્સ)
  • ઓસ્ટ્રેલિયામાં 14 રિકી પોન્ટિંગ (151 ઈનિંગ્સ)

એક ટીમ સામે સૌથી વધુ ODI સદી

  • 9 વિરાટ કોહલી વિ. વિન્ડીઝ
  • 9 વિરાટ કોહલી વિ. શ્રીલંકા
  • 9 સચિન તેંડુલકર વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 રોહિત શર્મા વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 વિરાટ કોહલી વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 સચિન તેંડુલકર વિ. શ્રીલંકા

શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાને રેકોર્ડ

ઉપરાંત કોહલીએ પોતાની કારકિર્દીમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કર્યો છે. કોહલીએ શ્રીલંકા સામેની વન-ડેમાં 2300થી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ તેણે વિન્ડીઝ સામે 2261 રન બનાવ્યા છે.

કોહલી દ્વારા કોઈ એક ટીમ વિરૂદ્ધ ODI રન

  • 2300 વિ. શ્રીલંકા
  • 2261 વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 2083 વિ. ઓસ્ટ્રેલિયા
  • 1403 વિ. દક્ષિણ આફ્રિકા

 

adv

Related News

post
post
post
post
post
post
post