• Home
  • News
  • દુનિયાના ટોપ 10 સોલર પાર્કમાં ભારતના ચાર:ભારતના સૌથી મોટા ભડલા સોલર પાર્કથી કચ્છનો રિન્યુએબલ પાર્ક 1200 ગણો મોટો
post

કચ્છમાં બનનારા પાર્કમાં અધધ 1.35 લાખ કરોડના રોકાણની સરકારને આશા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 09:42:58

કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પ્રધાનમંત્રી મોદી દુનિયાનના સૌથી મોટા રિન્યુએબલ અનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યાં છે. ત્યારે આ પાર્ક ન બલકે ગુજરાત બલકે ભારતને પોતાના ઊર્જાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત સરકાર 2022 સુધી 175 ગીગા વોટ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં આ પાર્ક મહત્ત્વપૂર્ણ ફાળો આપશે. ખુદ ગુજરાત સરકાર પણ પુન:પ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવાની ભરપૂર કોશિશ કરી રહી છે હાલમાં રાજ્યની 30,500 મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા સામે 11264 મેગાવોટ પુન: પ્રાપ્ય ઉર્જા છે. આ પાર્કથી 1.35 લાખ કરોડના રોકાણની આશા છે.

કચ્છ હાઇબ્રિડ પાર્ક
સ્થળ : ખાવડા ( ભારત- પાક. બોર્ડર)
વિસ્તાર: 72,600 હેક્ટર
ક્ષમતા: 30 ગીગા વોટ ( 30 હજાર મેગા વોટ)
ઊર્જા : સોલર અને પવન

ભડલા સોલર પાર્ક
સ્થળ : જોધપુર રાજસ્થાન
વિસ્તાર: 5700 હેક્ટર
ક્ષમતા : 2245 મેગાવોટ
ઊર્જા : સોલર

હંગેહી હાઇડ્રોપવાર પાર્ક
સ્થળ : ગોલમન્ડ, ચીન
વિસ્તાર : 5 ચો.કી.
ક્ષમતા : 2200 મેગાવોટ
ઊર્જા : સોલર

પાવાગઢ સોલર પાર્ક
સ્થળ : તુમકુર- કર્ણાટક
વિસ્તાર: 53 હેક્ટર
ક્ષમતા: 2050 મેગા વોટ
ઊર્જા : સોલર

બેનબાન સોલર પાર્ક
સ્થળ : પશ્ચિમી ઇજિપ્તના રણમાં
વિસ્તાર: 3700 હેક્ટર
ક્ષમતા : 1650 મેગાવોટ
ઊર્જા: સોલર

ટેંગર ડેઝર્ટ સોલર પાર્ક
સ્થળ : ઉત્તર-મધ્ય ચીન
વિસ્તાર : 4300 હેક્ટર
ક્ષમતા : 1547 મેગાવોટ
ઊર્જા : સોલર

નૂર અબુ ધાબી
સ્થળ : યુનાઇટેડ આરબ ઇમારત (યુએઇ)
વિસ્તાર : 8 ચો.કી
ક્ષમતા: 1177
ઊર્જા : સિંગલ સાઇટ સોલર

મહમ્મદ બિન રસીદ અલ મકતુમ સોલર પાર્ક
સ્થળ: યુનાઇટેડ આરબ ઇમારત
વિસ્તાર: 7700 હેક્ટર
ક્ષમતા: 1012 મેગાવોટ

કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પાર્ક
સ્થળ : પનમ મંડલ, આંધ્રપ્રદેશ
વિસ્તાર: 2400 હેક્ટર
ક્ષમતા: 1000 મેગા વોટ

ડેટોંગ સોલર પાવર પ્રોજેક્ટ
સ્થળ: ચીન
ક્ષમતા: 1000 મેગાવોટ
ઊર્જા: સોલર

એનપી કૂતના અલ્ટ્રા પાવર પ્લાન્ટ
સ્થળ: અનંતપુર આંધ્રપ્રદેશ
વિસ્તાર: 3207 હેક્ટર
ક્ષમતા: 900 મેગાવોટ
ઊર્જા : સોલર

 

adv

Related News

post
post
post
post
post
post
post