• Home
  • News
  • ભારત-ચીન વિવાદઃ લદ્દાખમાં ભારતની આક્રમક રણનીતિથી બેકફૂટ પર ચીન, માની લીધી આ શરતો
post

રક્ષામંત્રી પણ સંકેત આપી ચૂક્યા છે કે બોર્ડર પર પીછેહઠ નહીં કરીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:06:26

છેલ્લા પાંચ મહિનાથી બોર્ડર પર પોતાના નાપાક ઈરાદાઓ પૂર્ણ કરવામાં લાગેલાં ચીનને અંતે ભારતની આ વાતો માનવી જ પડી. લાંબી વાતચીત બાદ મંગળવારે ભારત અને ચીનની સેનાઓએ એ વાત પર મંજૂરી દર્શાવી છે કે બંને હવે બોર્ડર પર સૈનિક બોલાવશે નહીં. લદ્દાખ સીમાના અલગ-અલગ હિસ્સાઓમાં ચીન સતત ઘુસણખોરીની કોશિશમાં લાગેલું હતું, પણ તેને દર વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. હવે જ્યારે બોર્ડર પર ભારતની સ્થિતિ મજબૂત છે અને ભારતે પોતાનું વલણ સહેજપણ નબળું ન કર્યું તો ચીનને વાતચીતની ટેબલ પર આવીને સમજૂતી માનવી પડી.

હવે સીમા પર સૈનિક નહીં વધારે બંને દેશ

મે બાદથી જ હવે તણાવની સ્થિતિ ઉભી થઈ અને ઓગસ્ટ સુધી આ તણાવ ચાલતો રહ્યો. ત્યારે બંને દેશોનાં સૈનિકોની તહેનાતી કરી દીધી, તેની શરૂઆત ચીને કરી હતી. ચીન સતત LACના તે પાર 50 હજારની આસપાસ સૈનિકો એકઠા કરી લીધા હતા, જેના જવાબમાં ભારતે પણ મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતી કરી દીધી હતી. આ કારણ રહ્યું કે વારંવાર યુદ્ધ જેવી વાતો થવા લાગી. આ વચ્ચે મંગળવારે બંને દેશોની સેનાઓનાં વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. 14 કલાકની બેઠકમાં એ વાત સામે આવી છે કે, હવે બંને દેશ બોર્ડર પર સૈનિક નહીં બોલાવે.

એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચે વિવાદને લઈ ખુલીને વાત કરવામાં આવી, અને આગળ પણ વાતચીતના પ્રયાસો ચાલુ રહેશે. અને સીમા પર સૈનિકોની સંખ્યા ઓછી કરવામાં આવશે. આ વાતચીતમાં હાલ વધારે સૈનિક ન બોલાવવા માટે સહમતિ થઈ છે. પણ ભારત હજુ પણ સતર્ક છે, કેમ કે અગાઉ પણ ચીન આવા વાયદાઓ કરીને ભૂલી ગયું છે.

પાંચ મહિના ચાલેલો વિવાદ હજુ શિયાળા સુધી ખેંચાઈ તેવી આશંકા છે. કેમ કે હાલ બંને દેશોએ સૈનિકો વધારવાની વાત સ્વીકારી છે. પણ પહેલેથી તહેનાત હજારો સૈનિકો ક્યારે પરત ફરશે અને ચીન LACના જે વિસ્તારોમાં આગળ વધ્યું છે ત્યાંથી ક્યારે વાપસી કરશે તેની કોઈ રૂપરેખા નક્કી થઈ નથી. તેવામાં ઠંડીમાં પણ બોર્ડર પર ભારત તરફથી સતર્કતા દાખવવામાં આવશે. રક્ષામંત્રી પણ સંકેત આપી ચૂક્યા છે કે બોર્ડર પર પીછેહઠ નહીં કરીએ.

ભારતે કેવી રીતે ચીનને માત આપી?

ચીન તરફથી શરૂઆતમાં સતત વાતચીત માટે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. પણ ઓગસ્ટ બાદ પાસું જ પલટાઈ ગયું. 29-30 ઓગસ્ટે ચીનની ઘુસણખોરીને ભારતે નાકામ કરી દીધી હતી. તે બાદ ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું અને લદ્દાખ બોર્ડર પર અલગ-અલગ શિખરો પર પોતાનો કબ્જો જમાવી દીધો હતો. થોડા દિવસોમાં જ ભારતીય સેનાએ માગર હિલ, ગુરુંગ હિલ, રેજાંગ લા રાચાના લા, મોખપરી અને ફિંગર 4 રિજ લાઈન પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો.

રણનીતિ મુજબ ભારતે પોતાની સૈન્ય શક્તિ મજબૂત રાખી. સેનાની એવી ટૂકડીઓને આગળ રાખી કે પહાડી વિસ્તારોમાં યુદ્ધ માટે એક્સપર્ટ હોય. અને ચીનની તમામ હરકતોનો જડબાતોડ જવાબ આપવા બોર્ડરની પાસે સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી. ભારતે બોર્ડર વિસ્તારમાં બોફોર્સ અને અન્ય આર્ટિલરી પણ તહેનાત કરી દીધી હતી.

ઈન્ડિયન આર્મીનો સાથ આપવા માટે એરફોર્સ પણ લદ્દાખ ક્ષેત્રમાં તહેનાત રહી હતી. વાયુસેના તરફથી સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. આકાશમાં સુખોઈ, મિગ, મિરાજની સાથે નવા આવેલ રાફેલ વિમાનોએ પણ ઉડાન ભરી હતી. અને દુશ્મન દેશને ચેતવી દીધા હતા કે ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post