• Home
  • News
  • માતા સાથે બે વખત ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો પણ ન થઈ;16 જૂને સીધા શહીદીના સમાચાર મળ્યા,21 દિવસ પહેલા દીકરી આવી
post

લદ્દાખથી સેનાનો ફોન આવ્યો તો માતાએ જ ઉઠાવ્યો, અવાજ આવ્યો કે ખરાબ સમાચાર છે શું તમે સાંભળી શકશો, દીકરો શહીદ થઈ ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:30:00

નવી દિલ્હી: દીકરાનો 30 મેના રોજ ફોન આવ્યો હતો, એ વખત હું વહુને લઈને હોસ્પિટલ ગઈ હતી. 30 મેના રોજ તેની ડિલેવરીની તારીખ હતી. દીકરો મારી સાથે વાત કરવા માંગતો હતો પણ મારો ફોન ઘરે રહી ગયો હતો તો મારી મોટી વહુએ ઉપાડ્યો હતો. ત્યારપછી દીકરા સાથે મારી વાત જ ન થઈ શકી. ચાર-પાંચ દિવસ બાદ તેને ફરી ફોન કર્યો હતો, પણ તે હેલો હેલો બોલતો રહ્યો અને ફોન કપાઈ ગયો. વાત ન થઈ શકી. ત્યારબાદ મને 16 જૂને ફોન પર સીધા તેની શહીદીના સમાચાર મળ્યા હતા.

આટલુ કહીને શહીદ કુંદનની માતા એકદમ ચુપ થઈ ગયા. થોડી વાર પછી તેમણે કહ્યું કે, ‘મારો દીકરો તેની 21 દિવસની દીકરીનો ચહેરો પણ જોઈ ન શક્યો. કોઈની સાથે વાત પણ ન કરી શક્યો. પણ મને મારા દીકરા પર ગર્વ છે. તેને દેશ માટે પ્રાણ આપી દીધા

તેમણે કહ્યું કે, ‘જ્યારે તે ઉપર(લદ્દાખ) ગયો તો જમ્મુમાં તેના મિત્રોને કહીને ગયો હતો કે ઘરે ફોન કરીને કહી દેજો કે હું ઉપર ગયો છું. નીચે આવીશ ત્યારે જ ફોન કરી શકીશ.શહીદ કુંદનના મોટાભાઈ મુકેશ ઓઝાએ જણાવ્યું કે, ભાઈના શહીદ થવાના સમાચાર સૌથી પહેલા માને મળ્યા હતા. 16મી મેના રોજ કોઈનો ફોન પપ્પાના નંબર પર આવ્યો હતો. એ ફોન મમ્મીએ ઉઠાવ્યો હતો. ફોન પર મહિલાનો અવાજ સાંભળી સામેથી પુછ્યુ કે, શું તમે કેકેના મમ્મી વાત કરી રહ્યા છો?તેમને જવાબ આપ્યો હાં. તો સામેથી કહ્યું કે, એક ખરાબ સમાચાર છે, શું તમે વાત કરી શકશો.

અહીંયાથી જવાબ આપ્યો હાં જણાવો. સામેથી કહ્યું કે, તમારો દીકરો શહીદ થઈ ગયો છે. એ હવે આ દુનિયામાં નથી રહ્યો. આટલું સાંભળીને મમ્મીના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તે રડવા લાગી. મમ્મીએ તરત પપ્પાને વાત કરી. પછી પપ્પાએ ફરીએ નંબર પર ફોન કર્યો, ત્યારે ખબર પડી કે અમારો ભાઈ લદ્દાખમાં ચીનની સેના સાથે લડતા લડતા શહીદ થયો છે. ત્યારબાદ તો ઘરમાં શોકના વાદળ છવાઈ ગયા. કુંદનના પિતા રવિશંકરે આ વાત તાત્કાલિક મોટા દીકરા મુકેશને જણાવી.

મુકેશે કહ્યું કે, અમારો પરિવાર વિખેરાઈ ગયો અને ઘરમાં ભીડ એકઠી થઈ ગઈ. પણ હવે અમારા ઘરે કોઈ નહીં આવે, સાહેબ. આ ભીડ તો માત્ર એક દિવસ માટે જ છે. અમારુ ઘર તો બરબાદ થઈ ગયું. મુકેશે જણાવ્યું કે, કુંદન ઘરમાં કમાનાર એક માત્ર વ્યક્તિ હતો. તે લગભગ 18 વર્ષની ઉંમરમાં જ સેનામાં જોડાયો હતો. 

જ્યારે ભરતી બહાર પડી હતી તો તેની સાથે હું ગયો હતો. મારી સામે જ તે દોડમાં જીત્યો હતો. ફિટનેસમાં પાસ થયો હતો. 2011માં એ ડ્યૂટીમાં લાગી ગયો હતો. દર વર્ષે બે થી ત્રણ વખત ઘરે આવતો હતો. ક્યારેક 15 દિવસ માટે તો ક્યારેક મહિના માટે રોકાતો હતો. અમે બન્ને ભાઈઓ રોજ વાત કરતા હતા પણ જ્યારથી તેની ઘાટી પર ડ્યૂટી આવી હતી, ત્યારથી વાત બંધ થઈ ગઈ હતી, કારણ કે ત્યાં તેનું ફોનનું નેટવર્ક નહોતું આવતું. 

મુકેશે જણાવ્યું કે, કુંદને પહેલા જ કહી દીધું હતું કે, જો દીકરી આવશે તો તેનું નામ દીક્ષા રાખીશું. એટલા માટે અમે બાળકીનું નામ દીક્ષા જ રાખ્યું છે. મુકેશના જણાવ્યા પ્રમાણે, ઘરમાં આવકનો સ્ત્રોત કુંદનનો પગાર જ હતો. એક-બે વીઘા જમીન છે. તેની પર ખાવા જેટલું અનાજ થઈ જાય છે. ઘણી વખત એ પણ નથી થતું. કુંદનના પરિવારને હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાયતાની માહિતી મળી નથી. પરિવાર દીકરાના જવાથી દુઃખી છે, પરંતુ બહાદૂરી પર ગર્વ કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post