• Home
  • News
  • લક્ષ્મણે T-20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ પસંદ કરી; ધોની અને ધવન બહાર, પંતને તક મળી
post

એમએસ ધોની 2019ના વર્લ્ડ કપ પછી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 11:19:07

પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે T-20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સદસ્ય ભારતીય ટીમ પસંદ કરી છે. T-20 વર્લ્ડકપ વર્ષે ઓકોટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. લક્ષ્મણે પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને શિખર ધવનને પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી. તેણે વિકેટકીપર તરીકે ઋષભ પંતને ટીમમાં સામેલ કર્યો છે. લક્ષ્મણે ટીવી ચેનલ ટેન સ્પોર્ટ્સ થકી પોતાની ટીમ શેર કરી હતી.

ધવન લાંબા સમયથી ઇજાના કારણે ટીમની બહાર હતો. જ્યારે ધોની વર્લ્ડ કપ 2019 પછી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. ધવનને શ્રીલંકા સામેની ત્રણ T-20 અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેણે શ્રીલંકા સામે બીજી T-20માં 29 બોલમાં 32 રનની ધીમી ઇનિંગ્સ રમી હતી. ભારત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે 14 ડિસેમ્બરે રમશે.

 

2019માં પંત સૌથી વધુ 16 T-20 રમનાર ભારતીય
ધોનીએ 2019માં 5 T-20માં 43.33ની એવરેજથી 130 રન કર્યા. ધવને વર્ષે 12 મેચમાં 22.66ની એવરેજથી 272 રન બનાવ્યા. પંત સૌથી વધુ 16 T-20 રમ્યો હતો, જેમાં તેણે 21ની એવરેજથી 252 રન કર્યા હતા.

 

લક્ષ્મણની વર્લ્ડ કપ ટીમવિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, મનીષ પાંડે, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, દિપક ચહર અને ભુવનેશ્વર કુમાર

adv

Related News

post
post
post
post
post
post
post