• Home
  • News
  • ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી, 7 વર્ષ કેદની સજા થશે
post

ભૂમાફિયા અને ખોટી પાવર એટર્નીનો દુરુપયોગ કરનારને મિલકતની બજાર કિંમત જેટલો દંડ પણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:01:54

લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.

પાવર ઓ એટર્નીના દુરુપયોગ સામે કડક કાર્યવાહીનો મુખ્યમંત્રીનો નિર્ધાર
ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એક્ટ 1908ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-2020 વિધાનસભામાં મૂકાયું છે. તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીનો અડગ નિર્ધાર વ્યક્ય કર્યો છે.

સુધારા વિધેયકમાં ખાસ શું છે?

·         દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે

·         ભૂમાફિયાઓ મિલકત ધારકોની મિલકત હવે છેતરપિંડીથી હડપ નહીં કરી શકે

·         મિલકત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હકોના રક્ષણ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા

·         સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે

·         ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકેઞ

·         ઇલેક્ટ્રોનિક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપિંડીથી દસ્તાવેજ પર રોક લાગશે

·         દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે

·         દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર-પુરાવા રજૂ કરવા પડશે

·         ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે

·         સાચા મિલકત માલિકની ઓળખ સરળ બનશે

·         સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.

 

adv

Related News

post
post
post
post
post
post
post