• Home
  • News
  • નોકરીના બદલામાં જમીન કૌભાંડ મામલો, લાલુ પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત, EDની કાર્યવાહી
post

આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:55:22

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પરિવારની મુશ્કેલી ફરી એકવાર વધી છે. EDએ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ યાદવના પરિવારની રુપિયા 6 કરોડની સંપતિ જપ્ત કરી છે. આરજેડી ચીફ અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવી પહેલાથી જ આ મામલે તપાસનો સામનો કરી રહ્યા છે. 

CBIએ ગયા મહિને ચાર્જશીટ દાખલ કરી હતી

EDએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે. EDRJD ચીફના લાલુ પ્રસાદના પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. હજુ ગયા મહિને જ CBI વતી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ED મની લોન્ડરિંગ કેસની કરી રહી છે તપાસ 

CBI રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. આ સિવાય ED મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહી છે. આ કેસમાં CBIએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. RJD નેતા લાલુ યાદવના OSD ભોલા યાદવની CBI દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના OSD હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post