• Home
  • News
  • LAC પર 1962 બાદ સૌથી મોટો સૈન્ય જમાવડો, લોકોમાં દહેશત, ચીની સૈનિકો પાછા ન ફર્યા, તકની રાહ જુએ છે, મોટી ઝપાઝપી થઇ શકે છે
post

સોશિયલ મીડિયા પર વાઇરલ આ તસવીર રેજાંગ લામાં ભેગા થયેલા ચીની સૈનિકોની જણાવાઇ રહી છે પરંતુ ચીની કે ભારતીય સૈન્યએ આ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:17:32

1975 બાદ પહેલી વાર એલએસી પર ગોળી ચાલતાં અહીં લોકો ભયભીત છે. લદાખમાં સરહદી ચૂમાથાંગ ગામમાં ખેતી કરતા 60 વર્ષીય સોનમ કહે છે કે તેમણે આજ સુધીમાં આટલી સંખ્યામાં સૈનિક ક્યારેય નથી જોયા. તેમનું કહેવું છે કે અમારી આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે. આ ઋતુમાં અમે જે વિસ્તારોમાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં તંગદિલીના કારણે હવે કોઇને નથી જવા દેવાતા. કાશ્મીરથી લદાખના રસ્તા પર સૈન્યનાં વાહનોનો કાફલો સતત જોઇ શકાય છે.

સોમવારે જ્યાં ગોળીબારની ઘટના બની તે સ્થળ ચુશૂલથી 5 કિ.મી. દૂર છે. અહીં રહેતા સોનમ શેરિંગ સૈન્ય માટે પોર્ટરનું કામ કરે છે. તેઓ જણાવે છે કે સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે ચીનના સૈન્યએ બોર્ડર ફ્લેગ મીટિંગ પોઇન્ટથી 1 કિ.મી. દૂર ગુરુંગ હિલ પર ચઢાણનો પ્રયાસ કર્યો હતો. તેમને અને સાથી પોર્ટર્સને ગોળીઓનો અવાજ સંભળાયો. તેમણે ગામમાં પાછા ફરીને લોકોને આ વાત જણાવી તો આખી રાત ગામમાં કોઇ સૂઇ ન શક્યું. ચુશૂલ નજીક માનમેરાક ગામના લોકોનું કહેવું છે કે 1962નું યુદ્ધ ઓક્ટોબરમાં શરૂ થયું હતું. હવે તેમને એ જ ડર સતાવી રહ્યો છે કે ક્યાંક ફરી ઓક્ટોબર મહિનો યુદ્ધ લઇને ન આવે.

ચીની સૈનિકો પાછા ન ફર્યા, તકની રાહ જુએ છે
સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે પીએલએના આ સૈનિકો ત્યાંથી પાછા નથી ગયા. ઓછામાં ઓછા 3 લોકેશન પર 50-60 ચીની સૈનિક અડિંગો જમાવીને બેઠા છે અને તકની રાહ જોઇ રહ્યા છે. તેના કારણે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે. અધિકારીઓએ કહ્યું કે કોઇ પણ ઘટના મોટી ઝપાઝપીમાં ફેરવાઇ શકે છે. ચુશુલથી માંડીને મગર હિલ રેજાંગ લા, રિછિન લા, ત્સાકા લાના શિખરો પર ભારતીય સૈનિકોએ છેલ્લા 10 દિવસમાં મોરચાબંધી કરી લીધી છે. સૈન્યએ ત્યાં અંદાજે 50 ચોકીઓ બનાવી લીધી છે.

ચીનનાં જુઠ્ઠાણાં અને તેમની હકીકત
જુઠ્ઠાણું 1 : વેસ્ટર્ન થિયેટર કમાન્ડના સિનિયર કર્નલ ઝાંગ શુઇલીએ કહ્યું કે ભારતીય સૈનિકોએ ગેરકાનૂની રીતે ચીની વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો.
હકીકત : ચીનના 50 સૈનિક મુકપરી-રેજાંગ લા વિસ્તારમાં આગળ વધી રહ્યા હતા.

જુઠ્ઠાણું 2 : ભારતીય સૈનિકોએ વાતચીત માટે આગળ આવતા ચીની બોર્ડર ગાર્ડ્સ સામે બંદૂક તાકી દીધી.
હકીકત : બોર્ડર ગાર્ડ્સે મોરચે વાતચીત માટે આગળ આવવાની ક્યાં જરૂર હતી? સૈનિકોના સ્તરે કોઇ વાતચીત નથી થતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post