• Home
  • News
  • દેશમાં ગયા વર્ષે 368 નવી પ્રજાતિના જીવો શોધાયા, એક ગરોળીનું નામ ‘અગ્રવાલી’, એક માછલીનું ‘મહાબલી’
post

પર્યાવરણ મંત્રાલય નવા મળેલા જીવોનો રિપોર્ટ આ સપ્તાહે જારી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:28:01

દેશમાં 2019માં 368 પ્રજાતિના નવા જીવ મળ્યા છે, જેમાં 116 પ્રજાતિ પહેલીવાર જોવા મળી છે. છેલ્લાં દસ વર્ષમાં બીજી વાર આટલી મોટી સંખ્યામાં નવી પ્રજાતિ મળી છે. 2018માં 372 નવી પ્રજાતિના જીવ મળ્યા હતા. ભારતમાં છેલ્લા દાયકામાં કુલ 2,444 નવી પ્રજાતિ મળી આવી છે.

2019માં સૌથી ઓછી ફક્ત 28 નવી પ્રજાતિ ઓળખાઈ હતી. આ વર્ષે દુનિયામાં 257 જીવોની પ્રજાતિ પહેલીવાર જોવા મળી, જે છેલ્લાં દસ વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ તમામ જીવોની સંપૂર્ણ માહિતી તસવીરો સાથે ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ઝેડએસઆઈ)એ એનિમલ ડિસ્કવરીઝ 2019: ન્યુ સ્પીસિસ એન્ડ ન્યુ રેકોર્ડમાં પ્રકાશિત કરી છે. પર્યાવરણ મંત્રાલય આ રિપોર્ટ આ સપ્તાહે જારી કરશે.

ઝેડએસઆઈના ડિરેક્ટર કૈલાશ ચંદ્રએ કહ્યું કે આ વખતે એનિમલ ડિસ્કવરી 2019માં નિમેસપિસ જાતિની આઠ ગરોળી ઓળખાઈ છે. આ પ્રજાતિઓનાં નામ પણ ભારતીય વિજ્ઞાનીઓ અને તે જ્યાંથી મળી આવી છે તે સ્થળનાં નામો પરથી પ્રેરિત છે. તમિલનાડુના સાલેમ જિલ્લામાં મળેલી ગરોળીની પ્રજાતિનું નામ વિજ્ઞાની ઈશાન અગ્રવાલના નામે અગ્રવાલી’, મહારાષ્ટ્રના કોલ્હાપુરના અંબા નજીકથી મળેલી ગરોળીની પ્રજાતિનું નામ અંબારખાયું છે.

એવી જ રીતે,તમિલનાડુના નીલગીરીમાં મળેલી ગરોળીનું નામ વિજ્ઞાની આનંદન સીતારામનના નામે આનંદાની’, સાલેમમાં મળેલી ગરોળીનું નામ કુદરતી વિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન આપનારા વિજ્ઞાની તેજસ ઠાકરેના નામ પરથી ઠાકરેરખાયું છે. કેરળના ઈડુક્કી જિલ્લામાં મળેલી ગરોળીનું નામ દેશમાં વનસ્પતિશાસ્ત્રમાં ડોક્ટરેટ કરનારાં જાનકી અમ્મલની યાદમાં જાનકીઅને કેરળના પટ્ટનમિથિટ્ટા જિલ્લામાં મળેલી માછલીનું નામ અહીંના પ્રસિદ્ધ રાજા મહાબલીના નામે રખાયું છે.

કૈલાશ ચંદ્ર કહે છે કે દુનિયામાં વર્ષે 15થી 18 હજાર નવી પ્રજાતિઓની શોધ અને તેમનું વર્ગીકરણ થાય છે. ઝેડએસઆઈએ નવી પ્રજાતિઓની શોધ, વર્ણ માટે ડીએનએ બારકોડિંગ, જિનોમ સિક્વન્સિંગ, એક્સરે જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, હજુ પણ ધરતી પર મોજૂદ 10% વર્ટિબ્રેટ્સ (કરોડરજ્જુવાળાં પ્રાણી), 50% આર્થોપોડ્સ (કીટકો-પતંગિયાં) અને 90% પ્રોટોજોન્સ (એક કોષીય જીવો)ને ઓળખવાના બાકી છે. છેલ્લાં દસ વર્ષમાં આર્થોપોડ્સ એટલે કે કીટક-પતંગિયાંની સૌથી વધુ 1,726 પ્રજાતિ શોધાઈ છે, જ્યારે કીટકોની સૌથી વધુ 3,411 (દુનિયામાં પહેલેથી મોજૂદ, પરંતુ ભારતમાં પહેલીવાર) નવી પ્રજાતિ નોંધાઈ છે.

ઝેડએસઆઈ 104 વર્ષથી રેકોર્ડ રાખે છે. અત્યાર સુધી એક લાખથી વધુ પ્રજાતિ શોધી
ઝેડએસઆઈ 104 વર્ષથી ભારતમાં જીવ-જંતુની શોધ, ઓળખ અને તેના દસ્તાવેજીકરણનો સંપૂર્ણ રેકોર્ડ તૈયાર કરે છે. દેશમાં અત્યાર સુધી 1,02,161 પ્રજાતિ શોધાઈ છે, જે દુનિયામાં મોજૂદ કુલ 15,64,647 જીવજંતુની પ્રજાતિના 6.52% છે. જૈવવૈવિધ્યતા ધરાવતાં 36 હોટસ્પોટમાં ચાર ભારતમાં છે. ભારતમાં હિમાલય, રણપ્રદેશો, ગંગાનાં મેદાની વિસ્તારો, દક્ષિણ પઠાર, પશ્ચિમી ઘાટ, દ્વીપસમૂહો અને દરિયાઈ ક્ષેત્રોમાં સૌથી વધુ નવા જીવ મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post