• Home
  • News
  • કોંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન સતીશ શર્માનું અવસાન, વર્ષ 1993થી 1996 દરમિયાન પેટ્રોલિયમ મંત્રી હતા
post

સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીમાંથી પણ સાંસદ રહી ચુક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 10:29:33

ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં 73 વયે અવસાન થયું છે. કેપ્ટન શર્મા લાંબા સમયથી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહી ચુક્યા હતા. વર્ષ 1993થી 1996 દરમિયાન તેઓ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા.

સતીશ શર્મા ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. તેમના અવસાન અંગે અનેક રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા જિતિન પ્રસાદે સોશિયલ મીડિયા પર લખ્યું- કેપ્ટન સતીશ શર્માના અવસાન અંગે સાંભળી દુઃખ થયું છે. પોતાનાથી નાના સાથીઓ માટે તેમનો વ્યવહાર હંમેશા પ્રોત્સાહિત કરનારો હતો. તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

વર્ષ 1991માં અમેઠીથી પહેલી વખત સાંસદ બન્યા ​
કેપ્ટન સતીશ શર્માનો 11 ઓક્ટોબર 1947ના રોજ સિકંદરાબાદ, તેલંગાણામાં જન્મ થયો હતો. તેમનો અભ્યાસ દેહરાદૂનના કર્નલ બ્રાઉન કેબ્રિજ સ્કૂલમાં થયો હતો. ત્યારબાદ તેમણે પાયલટ તરીકે તાલીમ લીધી. વર્ષ 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસે સતીશ શર્માને અમેઠીથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી હતી. સતીશ શર્મા આ ચૂંટણીમાં જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1993થી 1996 વચ્ચે તેઓ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટર પણ રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post