• Home
  • News
  • ઓલિમ્પિકની યજમાની તરફ અગ્રેસર:ભારત 2023માં 40 વર્ષ પછી IOC સેશનને હોસ્ટ કરશે, નીતા અંબાણીએ કહ્યું- યુવા એથલિટને ઘણો ફાયદો થશે
post

ભારતે 1983માં પહેલીવાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિનું સેશન હોસ્ટ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 16:09:40

ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ભારતને વધુ એક સિદ્ધિ મળી છે. 2023માં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ(IOC)ના સેશનનું આયોજન મુંબઈમાં થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આને હોસ્ટ કરવા માટે 2019માં નીતા અંબાણીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે અંગે આજે 2023માં IOC સત્રની યજમાની માટે 75 સભ્યોએ ભારતને સમર્થન આપ્યું છે. વળી આ બિડિંગ પ્રક્રિયા દરમિયાન ભારતને ઐતિહાસિક 99% વોટ મળ્યા છે.

1983 પછી ફરીથી ભારત આ સત્ર હોસ્ટ કરશે
IOC
મેમ્બર નીતા અંબાણીએ ભારતમાં આયોજિત સેશનને યુવા જનરેશન અને દેશના ઓલિમ્પિકના ભવિષ્ય માટે આને ઐતિહાસિક નિર્ણય ગણ્યો છે. 1983માં પહેલીવાર ભારતના દિલ્હીમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના સેશનનું આયોજન કરાયું હતું. આ સ્પોર્ટ્સ જગતમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું છે.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના સેશનમાં દર વર્ષે IOCના સભ્યોની વાર્ષિક બેઠક યોજાય છે, જેમાં 101 વોટિંગ સભ્યો અને 45 માનદ સભ્યો હોય છે. તેમાં આ સભ્યો દ્વારા ઓલિમ્પિક ચાર્ટરને અપનાવવા અથવા તેમાં સુધારો કરવાના નિર્ણયો લેવાય છે. આની સાથે IOC સભ્યો અને પદાધિકારીઓની ચૂંટણી અને ઓલિમ્પિક્સના યજમાન શહેરની ચૂંટણી સહિત વૈશ્વિક ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય ઈવેન્ટ પર ચર્ચા કરે છે અને નિર્ણય લે છે.

આ નિર્ણય પુષ્ટિ કરે છે કે ભારત 1983 પછી પહેલીવાર આ પ્રતિષ્ઠિત IOC મીટિંગનું આયોજન કરશે, જેમાં ભારતમાં યુથ ઓલિમ્પિક ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે જોડાણના નવા યુગની શરૂઆત થશે. નીતા અંબાણીએ પણ દેશને ભવિષ્યમાં 'યુથ ઓલિમ્પિક ગેમ્સ' અને 'ઓલિમ્પિક ગેમ્સ'ની યજમાની કરવા માટે સક્ષમ બનાવવાની પ્રક્રિયા પર ભાર આપવા જણાવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post