• Home
  • News
  • 70 વર્ષ પછી આજથી ભારતમાં દોડશે ચિત્તા:વડાપ્રધાન મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા,70 વર્ષ વર્ષ પછી ચિત્તાની ગર્જના.
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશને શક્તિ પ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-17 12:18:21

ગ્વાલિયર: ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામિબિયાના આઠ ચિત્તાઓએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા. અહીં વડા પ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાઓને નામિબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાંચિત્તાઓને છોડ્યા હતા
ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ તેમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા. ચિત્તાઓના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ દેખાતો હતો.

PMએ કરી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી
ચિત્તા બહાર આવતા જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતુ. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.

મોદીના ભાષણની ખાસ વાતો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશને શક્તિ પ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું. 1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો.

તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1952માં આપણે ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા હતા, પરંતુ દાયકાઓ સુધી, તેમના પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા નહીં. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવામાં લાગી ગયો છે.

અમે એવા કાર્ય પાછળ વર્ષોની શક્તિ ખર્ચી છે જેને કોઈ રાજકીય રીતે મહત્વ આપતું નથી. ચિત્તા એક્શન પ્લાન બનાવ્યો. અમારા વૈજ્ઞાનિકોએ નામીબિયાના નિષ્ણાતો સાથે કામ કર્યું હતું. સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ નેશનલ કુનો પાર્કની શુભ શરૂઆત માટે પસંદગી કરવામાં આવી હતી.

કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે. આગામી દિવસોમાં અહીં ઇકો ટુરીઝમ વધશે. રોજગારની નવી તકો વધશે. આજે દેશના તમામ દેશવાસીઓને વિનંતી કરવા માંગુ છું કે કુનોમાં ચિત્તા જોવા માટે થોડા મહિના ધીરજ રાખવી પડશે. ચિત્તા નવા ઘરમાં પહોંચ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post