• Home
  • News
  • બેંગલુરુમાં લિવ-ઇન પાર્ટનરની હત્યા:ડોક્ટરે ફેસબુક પર પર્સનલ ફોટા અપલોડ કર્યા હતા, યુવતીએ તેના મિત્રો સાથે મળી હત્યા કરી
post

પ્રતિભાએ પોલીસને વિકાસના બેહોશ થવાની ખોટી વાર્તા સંભળાવી અને કહ્યું વિકાસનો તેના મિત્રો સાથે ઝગડો થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:18:51

બેંગલુરુમાં લિવ-ઇન પાર્ટનરની હત્યાની ઘટના સામે આવી છે. મામલો સોશિયલ મીડિયામાં છોકરી અને તેની માતાનો પર્સનલ ફોટો અપલોડ કરવા સાથે જોડાયેલો છે. આર્કિટેક પ્રતિભાએ સોશિયલ મીડિયામાં પોતાના ફોટા જોયા. તપાસ કરતા માલુમ પડ્યું કે લિવ-ઇન પાર્ટનર વિકાસે જ ફોટા સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટથી અપલોડ કર્યા હતા, આથી તેણે વિકાસ જોડે બદલો લેવાનું વિચાર્યું.

પોલીસે સોમવારે હત્યાના આરોપમાં પ્રતિભા, તેના મિત્ર ગૌતમ અને સુશીલની ધરપકડ કરી. એક આરોપી સૂર્યા ફરાર છે.

MBBS કર્યા પછી સિટી હોસ્પિટલમાં જોબ કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ડો. વિકાસ યૂક્રેનથી પોતાનો MBBS કોર્સ પૂરો કર્યા પછી શહેરની હોસ્પિટલમાં જોબ કરતો હતો. પહેલા તે ચેન્નઈમાં હતો, ત્યારબાદ સર્ટિફિકેટ કોર્સ કરવા બેંગલુરુ આવ્યો હતો. એક વર્ષ પહેલા વિકાસ અને પ્રતિભાએ ઉડુપી ગાર્ડન પાસે ભાડે મકાન લીધું હતું અને સાથે રહેવા લાગ્યા હતા. તેમના પરિવારને પણ જાણ હતી કે તેઓ લિવ-ઇનમાં રહે છે અને લગ્ન કરવાના છે.

10 દિવસ પહેલા બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી
પ્રતિભાને જ્યારે ખબર પડી કે વિકાસે ફેક આઈડીથી તેના માતા અને તેનો ફોટો અપલોડ કર્યો છે, 10 સપ્ટેમ્બરે વિકાસને આ બાબતે પૂછ્યું. બંન્ને વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. ત્યારબાદ પ્રતિભાએ તેના મિત્રોને સમગ્ર ઘટના જણાવી. તે લોકો ઘરે આવ્યા અને તેમની વચ્ચે પણ બોલચાલ થઈ હતી. આ દરમિયાન પ્રતિભાએ વિકાસ પર હુમલો કર્યો.

લાકડી અને બોટલ વડે હુમલો કર્યો
આરોપી યુવતી પ્રતિભાએ લાકડીઓ અને બોટલોથી વિકાસ પર હુમલો કર્યો હતો. જેનાથી તે બેહોશ થઈ ગયો. આરોપી તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેના વધુ ઈલાજ માટે તેને સેન્ટ જ્હોન્સ મેડિકલ કોલેજમાં રિફર કર્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.

પોલીસે ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો
પ્રતિભાએ પોલીસને વિકાસના બેહોશ થવાની ખોટી વાર્તા સંભળાવી અને કહ્યું વિકાસનો તેના મિત્રો સાથે ઝગડો થયો હતો, જેમાં તે ઘાયલ થઈ ગયો હતો. તેણે વિકાસના મોટા ભાઈ વિજયને ફોન કર્યો અને તેને પણ આ વાર્તા સંભળાવી. 14 સપ્ટેમ્બરે ઈલાજ દરમિયાન વિકાસની મોત થઈ. ત્યારબાદ વિજયે પોલીસ ફરિયાદ નોંધાવી. તે આધારે પ્રતિભા અને તેના મિત્રોની ધરપકડ કરવામાં આવી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post