• Home
  • News
  • લોકો સુધર્યા નહીં એટલે, હવે આખા ગુજરાતમાં 31મી સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આજથી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
post

કોઇ જાહેરનામાનો ભંગ કરશે તો કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 09:39:03

અમદાવાદઃ આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આવશ્યક સેવા ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં. લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે એસઆરપીની 6 કંપની ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં 4 RAFની કંપની પણ ઉતારશે. સમગ્ર રાજ્યમાં ટેક્ષી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ રાખવામાં આવશે. ખાનગી વાહનોથી અવરજવર કરી શકાશે. તેમાં ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 જણાં જ બેસી શકશે.

શું શું ચાલુ રહેશે?

·         સરકારી દવાખાના, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવા

·         દૂધ-શાકભાજી, ફળ-ફળાદિ, કરિયાણાની દુકાનો

·         પેસ્ટ કન્ટ્રોલ, ખાદ્ય પદાર્થો, ખાદ્ય સામગ્રી, પરિવહન, પાણી પુરવઠો

·         લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફામર્સી અને આરોગ્યલક્ષી સેવાઓ

·         પશુ આહાર, પશુઓને સંબંધિત દવા તથા સારવાર કેન્દ્ર

·         વીજ ઉત્પાદન, વિતરણ અને મેન્ટેનન્સ સેવા, ગટરવ્યવસ્થા

·         મીડિયા-સમાચારપત્રો

·         પેટ્રોલ, ડિઝલ, એલપીજી, સીએનજી પંપ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન સેવા

·         વીમા કંપની, બેંક, એટીએમ, એટીએમ સેવા, પોસ્ટ અને કુરિયર, ખાનગી સિક્યોરિટી સેવા

·         તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સંગ્રહ અને વિતરણ સેવા

·         અતિ આવશ્યક સેવા સહિત અતિ આવશ્યક સેવાના ગોડાઉન

આ બંધ રહેશેઃ તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ, ટેક્સી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા, ચાની કિટલી, પાનના ગલ્લા, શોપિંગ મોલ, સિનેમા હોલ વગેરે...

 

 

adv

Related News

post
post
post
post
post
post
post