• Home
  • News
  • NDAના હરિવંશ રાજ્યસભાના ઉપ-સભાપતિ તરીકે ચૂંટાયાઃ પ્રથમ વખત લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસી કાર્યવાહીમાં ભાગ લીધો, પ્રશ્નકાળ ન થયો
post

સંસદના એન્ટ્રી પોઇન્ટ પટ ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું, તમામનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ જોવામાં આવ્યો, નેગેટિવ હોવા પર જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 10:31:48

કોરોનાની મહામારી વચ્ચે 17મી લોકસભાનું ચોથું સત્ર સોમવારે શરુ થયું હતું. પ્રથમ દિવસે બધુ જ બદલાયેલું નજરે પડ્યું. સંસદ પરિસરના એન્ટ્રીથી લઈને સદનની કાર્યવાહી સુધીમાં કોરોનાની અસર જોવા મળી. વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ માસ્ક પહેરેલા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા.

સંસદના એન્ટ્રી પોઇન્ટ પર ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.. દરેકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ જોવામાં આવ્યો. નેગેટિવ હોવા પર જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. સત્રના શરૂઆત પહેલા લગભગ 4000 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાંસદ, તેમનો સ્ટાફ, સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ પણ સામેલ છે.

સૂત્રો પ્રમાણે, તપાસમાં અત્યાર સુધીમાં 17 સાંસદોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ સહીત સૌથી વધુ ભાજપના 12 સંસદ છે. વાઈઆરએસ કોંગ્રેસના બે અને શિવસેના, ડીએમકે અને આરએલપીના એક-એક સાંસદ છે.

રાજ્યસભાના ઉપ-સભાપતિની ચૂંટણી થઈ
રાજ્યસભામાં ભાજપના મેમ્બર જેપી નડ્ડાની ઉપ-સભાપતિ પદ માટે NDAના ઉમેદવાર હરિવંશના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ધ્વનિ મતથી હરિવંશને ઉપ-સભાપતિ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આ અંગે જાહેરાત કરી.ટક્કર NDAના હરિવંશ અને વિપક્ષના ઉમેદવાર મનોજ ઝા વચ્ચે હતી.

આ વખતે ઘણો ફેરફાર જોવા મળ્યો છે. સંસદ પરિસરમાં એન્ટ્રીથી માંડી કાર્યવાહી સુધી કોરોનાની અસર જોવા મળી હતી. વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, સાંસદથી માંડી સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ ફેસ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના તપાસમાં અત્યાર સુધી 17 સાંસદોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં સૌથી વધુ 12 સાંસદ ભાજપના છે. YSR કોંગ્રેસના બે અને શિવસેના, DMK અને RLPના એક એક સાંસદ છે.

સંસદના એન્ટ્રી પોઈન્ટ પર ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. ત્યારપછી તમામના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો. નેગેટિવ હોય તો જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. સત્રની શરૂઆતના પહેલા લગભગ 4000 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સાંસદ,તેમના સ્ટાફ, સંસદના કર્મચારી અને સિક્યોરિટી પર્સનલ પણ સામેલ છે.

લોકસભામાં શું ફેરફાર જોવા મળ્યા?
સીટિંગ અરેન્જમેન્ટઃ લોકસભામાં માત્ર 200 સભ્યોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 30 સભ્ય ગેલેરીમાં બેઠા હતા.લોકસભા ચેમ્બરમાં જ એક મોટી ટીવી સ્ક્રીન લગાડવામાં આવી છે, જેના માધ્યમથી રાજ્યસભામાં બેઠેલા લોકસભાના સભ્ય પણ જોવા મળી રહ્યા હતા. બાકી સભ્ય રાજ્યસભામાં બેઠા હતા. આવા જ રાજ્યસભામાં બેઠેલા સભ્ય સ્ક્રીન દ્વારા લોકસભાની કાર્યવાહી જોઈ રહ્યા હતા.

પ્રશ્નકાળ ન યોજાયોઃ પહેલી વખત લોકસભાની કાર્યવાહીમાં પ્રશ્નકાળ યોજાયો નથી. વિપક્ષે આ અંગે હોબાળો કર્યો અને તેને લોકતંત્ર વિરુદ્ધ ગણાવ્યું

બેસીને બોલવાની મંજૂરી આપવામાં આવીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને પોતાની સીટ પર જ બેસીને બોલવાની મંજૂરી આપી છે. ચાર કલાકની કાર્યવાહીમાં તમામ સાંસદોએ બેઠા બેઠા સવાલ જવાબ કર્યા

બે ગજનું અતંર જાળવીને બેઠાઃ તમામ સાંસદ માસ્ક અને ગ્લવ્સ પહેરીને જોવા મળ્યા હતા. બે ગજનું અતંર જાળવીને બેઠા હતા સાંસદ


મોદીએ કહ્યું-સરહદ પર જવાન તહેનાત, આખું ગૃહ અને દેશ તેમની સાથે ઊભાં છે
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની દવા ન બની જાય ત્યાં સુધી કોઈ ઢીલ ન મૂકશો. આપણા જવાનો સીમા પર તહેનાત છે. સંસદમાંથી એકભાવ અને એકસૂરમાં આ અવાજ ઊઠવો જોઈએ કે દેશ અને આખું ગૃહ તેમની સાથે છે.વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આવા મુશ્કેલ સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક બાજુ, કોરોના છે અને બીજી તરફ કર્તવ્ય છે. સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે. હું તેમને ધન્યવાદ આપું છું. આ સત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ઘણા વિષયો અંગે ચર્ચા કરાશે. દરેકનો અનુભવ છે કે ગૃહમાં જેટલી ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે એનાથી દેશને, સંસદને ફાયદો થાય છે. આપણે સૌ આ પરંપરાને આગળ વધારીશું. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર હિંમત સાથે, જુસ્સા સાથે, મક્કમ હોંસલા સાથે તહેનાત છે. ઘણી વખત પછી હિમવર્ષા પણ શરૂ થશે. એવામાં સંસદમાંથી એકભાવ, એકસૂરથી અવાજ આવવો જોઈએ કે દેશ અને આખું ગૃહ તેમની સાથે ઊભાં છે. કોરોના દરમિયાન જ્યાં સુધી કોઈ દવા ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઢીલ ન મૂકશો

 

adv

Related News

post
post
post
post
post
post
post