• Home
  • News
  • ગોવામાં કોંગ્રેસમાં ભંગાણ પાછળ લોકસભાની ચૂંટણી:હેટ્રિક માટે ભાજપનું ફોકસ 120 બેઠકો પર, જેમાં ગોવાની બેઠક પણ સામેલ છે
post

એક તૃતીયાંશ ધારાસભ્યોને તોડ્યા, જેથી પક્ષપલટાનો કાયદો ન લાગે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-17 16:36:50

ગોવા: લોકસભા ચૂંટણીને આડે લગભગ 19 મહિના બાકી છે. સત્તાની હેટ્રિક માટે ભાજપે આવી 120 બેઠકોની ઓળખ કરી છે, જે તે નાના માર્જિનથી હારી જાય છે. પાર્ટીનું માનવું છે કે જો હવેથી મહેનત કરવામાં આવે તો આ બેઠકો જીતી શકાય છે. તેમાંથી એક દક્ષિણ ગોવાની બેઠક પણ છે.

ભાજપે 2014માં આ સીટ જીતી હતી પરંતુ 2019માં તે હારી ગઈ હતી. ઉત્તર ગોવા ભાજપનો ગઢ માનવામાં આવે છે અને દક્ષિણ ગોવા કોંગ્રેસનો ગઢ છે. 2024માં ભાજપ કોઈપણ સંજોગોમાં ગોવાની બંને બેઠકો જીતવા માંગે છે. પાર્ટી અત્યારે જે પણ મોટા નિર્ણયો લઈ રહી છે તે 2024ને ધ્યાનમાં રાખીને જ લઈ રહી છે.

કોંગ્રેસમાં ભંગાણ બાદ 40માંથી 33 ધારાસભ્યો ભાજપ સાથે છે
2022
માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 બેઠકો જીતી હતી. ત્રણ અપક્ષ અને બે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના બે ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ પછી ભાજપના 25 ધારાસભ્યો છે. બે દિવસ પહેલા ગોવા કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. આ સાથે સત્તાધારી ગઠબંધનમાં ધારાસભ્યોની સંખ્યા 33 થઈ ગઈ છે.

સવાલ એ ઊભો થયો કે ગોવામાં ભાજપ સરકાર પર કોઈ સંકટ નથી તો કોંગ્રેસને કેમ તોડવી પડી. જ્યારે અમે આ બાબતે તપાસ્યું આ સમગ્ર મામલો 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.

કોંગ્રેસના 8 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પાર્ટીને ગોવાની બંને લોકસભા બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી ન પડે. કોંગ્રેસ પાસે હવે માત્ર 3 ધારાસભ્યો છે. ગોવાના વરિષ્ઠ પત્રકાર કિશોર નાઈક ગાંવકર કહે છે કે પાર્ટી પાસે ન તો સંગઠન છે કે ન તો ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં તે ભાજપને લોકસભાની બેઠકો જીતતા કેવી રીતે રોકી શકશે.

માઈનિંગ અને જમીનનો કારોબાર પણ તૂટવા પાછળનું કારણ
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 8 ધારાસભ્યોમાં પૂર્વ સીએમ દિગંબર કામત, માઈકલ લોબો, તેમની પત્ની ડેલિયા લોબો, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ એલેક્સો સ્કાઈરિયા, સંકલ્પ અમોલકર અને રોડોલ્ફો ફર્નાન્ડીઝ સામેલ છે.

ગોવાના વરિષ્ઠ પત્રકાર સંદેશ પ્રભુદેસાઈ કહે છે, દિગંબર કામત અને રાજેશ ફલદેસાઈ ખાણ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગોવામાં 2012 થી ખાણકામ બંધ છે. હવે આ શરૂ થવાનું છે. સત્તા વિના ખાણકામના કાર્યો પુરા કરી શકાતા નથી.

એક તૃતીયાંશ ધારાસભ્યોને તોડ્યા, જેથી પક્ષપલટાનો કાયદો ન લાગે
જાણકારોના મતે કોંગ્રેસ જુલાઈમાં જ તૂટી ગઈ હોત. પરંતુ તે એટલા માટે બચી ગઈ હતી, કારણ કે ધારાસભ્યોની સંખ્યા 8 સુધી પહોંચી શકી નહોતી. વિધાનસભામાં કોંગ્રેસના કુલ 11 ધારાસભ્યો જીત્યા હતા. 8 ભાજપમાં જોડાયા, એટલે કે બે તૃતીયાંશનો આંકડો પૂરો કર્યો.આ કારણે તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાદવામાં આવશે નહીં અને તેમની સભ્યતા અકબંધ રહેશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post